Western Times News

Gujarati News

યુક્રેન, ચીન-ફિલિપાઈન્સથી પરત ફરેલા MBBSના છાત્રોને રાહત

પ્રતિકાત્મક

મેડિકલની અધૂરી પરીક્ષા છોડીને આવેલા છાત્રોને બે પ્રયાસમાં MBBS પરીક્ષાની મંજૂરી

(એજન્સી)નવી દિલ્હી, યુદ્ધગ્રસ્ત યૂક્રેન અને કોરોના મહામારીના કારણે ચીન-ફિલિપાઈન્સમાંથી પરત ફરેલા ભારતીય એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો ર્નિણય કર્યો છે. Relief to MBBS students returning from Ukraine -China-Philippines

સુપ્રીમ કોર્ટે આ ૩ દેશોમાંથી ભણતર અધુરુ છોડીને પરત ફરેલા વિદ્યાર્થીઓને દેશની જ મેડિકલ કોલેજમાં અધૂરી પરીક્ષા પાસ કરવા માટે બે પ્રયાસો હેઠળ એમબીબીએસ પરીક્ષા પાસ કરવાની મંજૂરી આપી છે, જે અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ પણ કરી દીધો છે.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ દલીલો રજુ કરી હતી. ઐશ્વર્યા ભાટીએ બી.આર.ગવઈ અને જસ્ટિસ વિક્રમ નાથની ખંડપીઠ સમક્ષ નેશનલ મેડિકલ કાઉન્સિલ (એનએમસી) સાથે ડિરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિસની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણો રજૂ કરી હતી.

આ ભલામણોમાં એવી જાેગવાઈ કરાઈ છે કે, એમબીબીએસના અંતિમ વર્ષના પરત ફરેલા વિદ્યાર્થીઓને એમબીબીએસની અંતિમ પરીક્ષા પાસ કરવાની તક આપવામાં આવે… જેમણે પોતાનો આગળનો અભ્યાસ ઓનલાઈન પૂર્ણ કર્યો છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજુ કરાયેલા સોગંદનામામાં જણાવાયું છે કે, હાલના એનએમસી અભ્યાસક્રમ અને માર્ગદર્શિકા મુજબ, વિદેશમાંથી અધૂરો અભ્યાસ છોડી પરત ફરેલા વિદ્યાર્થીઓને એમબીબીએસ ફાઈનલ, પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષની પરીક્ષાઓ પાસ કરવાની એક તક આપી શકાય છે.

વિદ્યાર્થીઓ હાલની કોઈપણ ભારતીય મેડિકલ કોલેજાેમાં નોંધણી કરાવ્યા વગર પણ ૧ વર્ષના સમયગાળામાં પરીક્ષા આપી શકે છે. ઉપરાંત મંત્રાલયના સોગંદનાામાં એમ પણ જણાવાયું છે કે, સમિતિએ ભારપૂર્વક કહ્યું છે કે, આ વિકલ્પ માત્ર એક વખત માટે જ હોવો જાેઈએ અને ભવિષ્યમાં આવા અન્ય કોઈ મામલામાં આધાર ન બનવો જાેઈએ.

વિદ્યાર્થીઓએ ૨ પરીક્ષાઓ પાસ કર્યા બાદ ૨ વર્ષની ફરજિયાત ઈન્ટર્નશીપ પણ પૂર્ણ કરવી પડશે, જેમાંથી પ્રથમ વર્ષ મફત હશે અને બીજા વર્ષની ચૂકવણી એનએમસી દ્વારા નિયમોના આધારે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સોગંદનામાનાં માધ્યમથી જણાવ્યું છે કે, ભારતીય એમબીબીએસ પરીક્ષાની જેમ થિયરી પરીક્ષાઓ લેવાઈ શકે છે, તો પ્રેક્ટીકલ પરીક્ષાઓ કેટલીક જાણિતી સરકારી મેડિકલ કોલેજાે દ્વારા લેવાઈ શકે છે.

સુપ્રીમમાં વિદેશથી પરત ફરેલા વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણન અને એસ.નાગમુથુએ ભારતીય અભ્યાસક્રમ તેમજ અન્ય મુદ્દાઓ અંગે વિદેશથી પરત ફરેલા વિદ્યાર્થીઓની ચિંતાઓ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. ત્યારબાદ જસ્ટિસ વિક્રમ નાથે જણાવ્યું કે, કોર્ટ સમિતિના રિપોર્ટને સામાન્ય ફેરફાર સાથે સ્વીકારે કરે છે કે,

વિદ્યાર્થીને એમબીબીએસ ફાઈનલ, પ્રથમ વર્ષ અને બીજા વર્ષની પરીક્ષા પાસ કરવાની માત્ર એક જ તક અપાઈ રહી છે, જેનાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે… આ કારણોસર વિદ્યાર્થીઓને બંને પરીક્ષાઓ પાસ કરવા માટે એક નહીં પરંતુ ૨ તક આપવી જાેઈએ, કારણ કે અગાઉ પણ સુપ્રીમે કેન્દ્રને વિદેશથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યાઓ પર વિચાર કરવા જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.