IIM સંબલપુરે 48% મહિલાઓના વૈવિધ્યસભર વર્ગ સાથે ઉચ્ચતમ વેતનમાં 147%ના વધારા સાથે પ્લેસમેન્ટ પૂરું કર્યું
સૌથી વધુ પગાર વાર્ષિક રૂ. 26.19 લાખથી વધીને રૂ. 64.61 લાખ થયો -આઈઆઈએમ સંબલપુર તેની ફ્લેગશિપ એમબીએ (2021-23) બેચ માટે સરેરાશ પગારમાં 26.06% વધારા સાથે 100% પ્લેસમેન્ટ પૂરું કર્યું
IIM સંબલપુરે પોતાની સ્થાપના પછી 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કરવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સંસ્થાએ તાજેતરમાં જ પોતાની એમબીએ બેચ (2021-23) માટે વાર્ષિક 64.61 લાખ (ડોમેસ્ટિક) અને વાર્ષિક રૂ. 64.15 લાખ (ઈન્ટરનેશનલ)ના સર્વોચ્ચ પેકેજ સાથે 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કર્યું છે.
ભારત સરકાર દ્વારા 2015માં સ્થાપિત આઈઆઈએમ સંબલપુરે ઔદ્યોગિક માનસિકતા સાથે જવાબદારીપૂર્ણ અગ્રણી વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો નિરંતર પ્રયાસ કર્યો છે. સંસ્થાનમાં સુસજ્જિત ડિજિટલ અને સ્માર્ટ ક્લાસીસ દ્વારા ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે.
આના પરિણામે સંસ્થાને ઉચ્ચતમ વેતનમાં 147 ટકાની વૃદ્ધિ સાથે પ્લેસમેન્ટ સેશન પૂરું કર્યું છે. સરેરાશ વેતન વર્ષે રૂ. 16.64 લાખ છે અને એમબીએ બેચ 2021-23 માટે સરેરાશ વેતન વર્ષે રૂ. 16 લાખ છે. જોકે, મહિલા વિદ્યાર્થીઓ માટે સરેરાશ વેતન વાર્ષિક રૂ. 18.25 લાખ છે.
બેચના ટોપ 10 વિદ્યાર્થીઓ માટે સરેરાશ વેતન વર્ષે રૂ. 31.69 લાખ છે. નોકરીઓ પૂરી પાડનાર અગ્રણી કંપનીઓમાં માઈક્રોસોફ્ટ, વેદાંતા, તોલારામ, અમૂલ, અદાણી, અર્નેસ્ટ એન્ડ યંગ, એક્સેન્ચર, કોગ્નિઝન્ટ, ડેલોઈટ અને એમેઝોન વગેરેનો સમાવેશ થાય છે.
વૈશ્વિક ક્ષેત્રે આર્થિક મંદી હોવા છતાં એમબીએ (2021-23)ની પ્લેસમેન્ટ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થવા પર આઈઆઈએમ સંબલપુરના ડિરેક્ટર પ્રો. મહાદેવ જયસ્વાલે ભારત સરકારની પ્રગતિશીલ નીતિ અને વિદ્યાર્થીઓની ક્ષમતા અને સંસ્થાની અનન્ય શૈક્ષણિક સંસ્કૃતિ તથા મુખ્ય મૂલ્યો જેવા કે
નવીનતા, અખંડિતતા તથા સમાવેશકતામાં ઉદ્યોગની માન્યતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. એકંદરે આઈઆઈએમ સંબલપુર ખાતે 2021-23 એમબીએ બેચના ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ્સ વિદ્યાર્થીઓને તેમની પસંદ કરેલી કારકિર્દીમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાન પ્રદાન કરવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સંસ્થામાં રિક્રૂટમેન્ટ પ્રોસેસમાં 130થી વધુ રિક્રૂટર્સે ભાગ લીધો હતો, જેમાં 75 નવા રિક્રૂટર્સે વિવિધ ડોમેન્સ પર ઓફર કરી. એમબીએ બેચનું કદ પણ ગયા વર્ષે 156થી વધીને આ વર્ષે 167 વિદ્યાર્થીઓ થયું છે.
આઈઆઈએમ સંબલપુરમાં છેલ્લા છ વર્ષના પ્લેસમેન્ટ્સનો રેકોર્ડ આ મુજબ છેઃ
પ્લેસમેન્ટ વર્ષ એવરેજ પ્લેસમેન્ટ (રૂ. લાખમાં) સર્વોચ્ચ પ્લેસમેન્ટ (રૂ. લાખમાં)
પ્લેસમેન્ટ 2023 16.64 64.61
પ્લેસમેન્ટ 2022 13.26 26.19
પ્લેસમેન્ટ 2021 11.21 21.00
પ્લેસમેન્ટ 2020 11.62 18.92
પ્લેસમેન્ટ 2019 11.33 58.00
પ્લેસમેન્ટ 2018 10.55 60.74
પ્લેસમેન્ટ 2017 9.15 13.80
વાર્ષિક રૂ. 18.25 રૂપિયાના સરેરાશ પગાર સાથે વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. વિદ્યાર્થીઓની સૌથી મોટી બેચે પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં સેલ્સ અને માર્કેટિંગ સૌથી લોકપ્રિય ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું હતું, જેમાં બેચના 27%થી વધુ વિદ્યાર્થીઓ આકર્ષિત થયા હતા. તેના પછી 21% સાથે જનરલ મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને આકર્ષિત કર્યા હતા.
પ્લેસમેન્ટ ડોમેન
વિદ્યાર્થીઓને ફાયનાન્સ, એચઆર અને ઓપરેશન્સ ડોમેન્સમાં મુખ્ય જવાબદારીભર્યા પદ ઓફર કરવામાં આવ્યા હતા જેમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ફંક્શનલ કન્સલ્ટન્ટ, પ્રોડક્ટ મેનેજર, સિનિયર એનાલિસ્ટ, રિસર્ચ એન્ડ એડવાઈઝરી, બિઝનેસ એનાલિસ્ટ, ટીમ લીડ, સિનિયર કન્સલ્ટન્ટ, સિનિયર એનાલિસ્ટ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ક્રેડિટ મેનેજર, ડિજિટલ માર્કેટિંગ મેનેજર, પ્રોજેક્ટ મેનેજર, સિનિયર આરએમ, કી અકાઉન્ટ મેનેજમેન્ટ, ઈન્વેન્ટ્રી પ્લાનર વગેરેનો સમાવેશ થાય છે.
ટોચના રિક્રૂટર્સ
આ વર્ષની પ્લેસમેન્ટ સિઝનમાં 130થી વધુ રિક્રૂટર્સે ભાગ લીધો હતો. પહેલી વખત ભરતી કરનારા સંસ્થાનોમાં 44 ટકાનો વધારો જોવા મળ્યો હતો જેઓ કેમ્પસની શ્રેષ્ઠ પ્રતિભાઓ શોધવા માટે આવી હતી. ટોપ રિક્રૂટર્સમાં માઈક્રોસોફ્ટ, તોલારામ, અદાણી, વેદાંતા, માઈક્રોન, આદિત્ય બિરલા, જિંદાલ ગ્રુપ, અમૂલ,
જીએમઆર ગ્રુપ, એએમ/એનએસ ઈન્ડિયા, ટ્રેસવિસ્ટા, એમેઝોન, એસેન્ચર, કોગ્નિઝન્ટ, આઈસીઆઈસીઆઈ, બોશ, બ્લ્યૂસ્ટોન, ડેલોઈટ, અર્નેસ્ટ એન્ડ યંગ, પીડબ્લ્યુસી, ગાર્ટનર, લોવ્સ, ફૂલરટન, કેન્સાઈ નેરોલેક, એઝકો નોબલ, ક્રિસિલ, કેપજેમિનિ, ટાટા પાવર અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.