સર્કિટ બોર્ડ બનાવતી કંપની એવલોન ટેકનોલોજીસનો IPO 3 એપ્રિલે ખુલશે
નવી દિલ્હીઃ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ પ્રોવાઈડ કરનારી કંપની એવલોન ટેકનોલોજીસનો આઈપીઓ 3 એપ્રિલે સબસ્ક્રિપ્શન માટે ખુલવાનો છે. રોકાણકારો આમાં 6 એપ્રિલ સુધી રૂપિયા લગાવી શકશે. કંપની આ આઈપીઓ દ્વારા 865 કરોડ રૂપિયા મેળવવા માંગે છે. AVALON TECHNOLOGIES LIMITED INTIAL PUBLIC OFFER TO OPEN ON APRIL 3, 2023
જાણકારી અનુસાર, પહેલા આ આઈપીઓનું કદ 1,025 કરોડ રૂપિયા હતું, જે હવે ઘટાડી દેવામાં આવ્યું છે. પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટના કારણે આઈપીઓને આકાર ઘટાડવામાં આવ્યો છે. આ ઈશ્યૂ હેઠળ 320 કરો રૂપિયાના ફ્રેશ શેર બહાર પાડવામાં આવશે. આ ઉપરાંત 545 કરોડ રૂપિયાના શેરોનું વેચાણ ઓફર ફોર સેલ હેઠળ કરવામાં આવશે.
એન્કર રોકાણકારોની બિડ 31 માર્ચથી જ ખુલી દશે. કંપનીએ કહ્યું કે, 12 એપ્રિલે શેરોનું એલોટમેન્ટ ફાઈનલ કરવામાં આવશે. જ્યારે, બિડ લગાવનારા સફળ રોકાણકારોના એકાઉન્ટમાં 17 એપ્રિલે શેર જમા કરી દેવામાં આવશે. કંપની 18 એપ્રિલે માર્કેટમાં ડેબ્યૂ કરશે.
કંપની ફ્રેશ ઈશ્યૂમાંથી 145 કરોડ રૂપિયાનો ઉપયોગ તેના અને એવલોન ટેકનોલોજી એન્ડ સર્વિસિઝ પ્રાઈવેટ લિમિટેડનું દેવુ ચૂકવવા માટે કરશે. જાન્યુઆરી 2023 સુધી કન્સોલિડેટેડ આધાર પર એવલોન ટેકનોલોજી પર 324.12 કરોડ રૂપિયાનું દેવું છે. આ ઉપરાંત કંપની વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ માટે 90 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવા માંગે છે.
જાન્યુઆરી 2023 સુધી, ફંડ બેસ્ડ વર્કિંગ કેપિટલ ફેસિલિટી હેઠળ બેંકો દ્વારા તેમના ફર્મની સ્વીકૃત કુલ રકમ સ્ટેન્ડ એલોન આધાર પર 152.69 કરોડ રૂપિયા હતી. જેએમ ફાઈનાન્શિયલ, ડીએએમ કેપિટલ એડવાઈઝર્સ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને નોમુરા ફાઈનાન્શિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ ઈન્ડિયા ઈશ્યુના લીડ મેનેજર છે.
કંપની વિશે વિગતમાં – એવલોન ટેકનોલોજી એક લીડિંલ ફુલી ઈન્ટીગ્રેટેડ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ કંપની છે. 1999માં તેની સ્થાપના કરવામાં આવી હતી. એવલોન અન્ય કંપનીઓને મેન્યુફેક્ચરિંગ સર્વિસ આપવાનું કામ કરે છે. અમેરિકા અને ભારતમાં તેના 12 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે.
તે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ડિઝાઈન અને એસેમ્બલીથી લઈને કમ્પલિટ ઈલેક્ટ્રોનિક સિસ્ટમના નિર્માણ સુધી કામ કરે છે. કંપની ધણી ઈન્ડસ્ટ્રી વર્ટિકલ ઈન્ટીગ્રેટેડ એસેમ્બલી, સબ-એસેમ્બસી અને કમ્પોનેન્ટ્સના નિર્માણ અને ડિઝાઈન સપોર્ટ ઉપલબ્ધ કરાવે છે.
FY22માં તેની કુલ આવક 1 વર્ષ પહેલા 695.90 કરોડ રૂપિયાથી વધીને 851 કરોડ રૂપિયા થઈ ગઈ. ગત વર્ષમાં 23.08 કરોડ રૂપિયાના પ્રમાણમાં આ વર્ષે ચોખ્ખો નફો 68.16 કરોડ રૂપિયા રહ્યો. આ વર્ષ માટે EBITDA માર્જિન ગત વર્ષના 9.57 ટકાથી વધીને 11.6 ટકા થઈ ગયું છે.