મેં દક્ષિણમાં ફિલ્મો કરી તે પૂર્વે હિંદી ફિલ્મો માટે ઓફર આવી હતીઃ અનિતા ભાભી
એન્ડટીવી પર મજેદાર કોમેડી શો ભાભીજી ઘર પર હૈએ તાજેતરમાં આઠ વર્ષ અને 2000 એપિસોડ પૂરા કર્યા છે. આ નિમિત્તે શોમાં અનિતા ભાભીની ભૂમિકા ભજવીને એક વર્ષ પૂરું કરીને શોમાં આ અતુલનીય પ્રવાસ પર વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે ગોરી મેમ અનિતા ભાભીના શું વિચાર છે તે અમે જાણ્યું. તેની સાથે રસપ્રદ વાર્તાલાપનો સાર અહીં આપ્યો છેઃ
1. તારે માટે આ ટ્રિપલ ઉજવણી છે. તારા શો ભાભીજી ઘર પર હૈએ આઠ વર્ષ અને 2000 એપિસોડ પૂરા કર્યા છે અને તેં આ શોમાં એક વર્ષ પૂરું કર્યું છે ત્યારે તને કેવું મહેસૂસ થાય છે?
આવા અત્યંત લોકપ્રિય શોનો હિસ્સો બનવા માટે હું બહુ ભાગ્યશાળી છું. ગયા વર્ષે અનિતાની ભૂમિકા ભજવવા માટે મારો સંપર્ક કરાયો ત્યારે હું થોડી ખચકાટ મહેસૂસ કરતી હતી. મારી સામે બે અભિનેત્રીઓએ આ પાત્ર સુંદર રીતે ભજવ્યું છે. શો સાથે એક વર્ષ સુધી સંકળાયા પછી મને અનિતા ભાભીની ભૂમિકા સ્વીકારી અને તેની સરાહનાથી હોવાથી આશીર્વાદરૂપ લાગે છે.
વફાદાર ચાહક વર્ગ ઊભો થાય એવું બહુ ઓછા શો સાથે થાય છે અને આઠ વર્ષ અને 2000 એપિસોડ પૂરા કર્યા તે અમારા શોની લોકપ્રિયતાનો દાખલો છે. હું ચેનલ, અમારા પ્રોડ્યુસરો, મારા સહ- કલાકારો અને સૌથી મહત્ત્વપૂર્ણ અમારા દર્શકોએ મારી અંદર વિશ્વાસ મૂક્યો અને મને સંપૂર્ણ ટેકો આપ્યો તે માટે તેમની આભારી છું.
2. ચાહકો તેને ગોરી મેમ અથવા અનિતા ભાભી તરીકે સંબોધે છે ત્યારે કેવું મહેસૂસ થાય છે?
સોશિયલ મિડિયા અને મિત્ર વર્તુળોમાં લોકોએ મને પાત્રના નામથી સંબોધવાનું શરૂ કર્યું છે. તાજેતરની એક ઘટનાએ મને ભાવનાત્મક બનાવી દીધી હતી. હું મહાશિવરાત્રિ નિમિત્તે મારા વતન વારાણસીમાં ગઈ હતી. મેં બાળપણ વિતાવ્યું તે ગલીઓમાં ફરતી હતી ત્યારે લોકોએ મને અનિતા ભાભી, કૈસી હૈ આપ? એવું પૂછવાનું શરૂ કર્યું. કોઈ પણ કલાકાર માટે તેં પડદા પર ભજવે એ પાત્રથી તેને ઓળખવામાં આવે તે સૌથી મોટી સિદ્ધિ છે.
3. વિદિશા અને અનિતા ભાભી વચ્ચે શું સામ્યતાઓ છે?
અનિતા મજબૂત અને સ્વતંત્ર સ્ત્રી છે, જે સાચા માટે અવાજ ઉઠાવે છે અને ખોટા સામે આંગળી ઉઠાવે છે. તે સુંદર, ક્લાસી અને બુદ્ધિશાળી છે. હું પોતાને તેની સાથે સંપૂર્ણ રિલેટ કરી શકું છું. મારું સ્ટાઈલ સ્ટેટમેન્ટ તેના જેવું છેઃ સાદગી, મનોહરતા અને મોહકતા. અનિતાની જેમ હું પણ સાડીઓ, હીલ્સ અને એસેસરીઝ ધારણ કરવાની શોખીન છું.
4. કોમેડી પ્રકાર તારે માટે નવો છે. તે અપનાવવાનું કેટલું આસાન કે મુશ્કેલ છે?
કલાકાર તરીકે પડકારજનક ભૂમિકાઓ ભજવવાનો પ્રયાસ મહત્ત્વપૂર્ણ છે. તે તમને શીખવા, વૃદ્ધિ કરવા અને ઉત્ક્રાંતિ કરવામાં મદદ કરે છે. આથી હું બધા પ્રકાર એક્સપ્લોર કરવા માગું છું અને ભાભીજી ઘર પર હૈની પસંદગી મારા જીવનનો સૌથી પુરસ્કૃત નિર્ણયમાંથી એક છે. હા, કોમેડી પડકારજનક હોય છે, પરંકુ મારી ભૂમિકા માટે સરાહના મને શ્રેષ્ઠતમ આપવા માટે પ્રોત્સાહન આપે છે.
5. શું બોલીવૂડની ફિલ્મો કરવાની પણ યોજના છે?
નિખાલસતાથી કહું તો મને દક્ષિણમાં મેં ફિલ્મો કરી તે પૂર્વે હિંદી ફિલ્મો માટે ઓફર આવી હતી. જોકે મને લેવા જેવું લાગ્યું નહીં તેથી મેં ભૂમિકા સ્વીકારી નહીં. કલાકાર તરીકે હું સારી અને પડકારજનક ભૂમિકાઓ લેવા માગું છું. મને શોની એકંદર સંકલ્પનામાં મૂલ્યનો ઉમેરો કરે તેવાં પાત્રો ભજવવાનું ગમે છે. અનિતા ભાભી મારી અભિનય શક્તિ બતાવવા મારે માટે ઉત્કૃષ્ટ તક છે અને હું ભાભીજી ઘર પર હૈનો હિસ્સો તરીકે વધુ સિદ્ધિઓ હાંસલ કરવા ઉત્સુક છું.