વ્યક્તિ પાસે વિદેશ સહિત ભારતની આઝાદી પહેલાં-પછીના જૂના સિક્કાનું કલેક્શન
બિહાર, નાનપણથી જ આ વ્યક્તિને ભારતીય અને વિદેશી સિક્કા ભેગા કરવાનો અનોખો શોખ હતો. અપૂર્વ ચૌધરી પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લામાં ચોથા વોર્ડ માતાભંગામાં રહે છે. તેમની પાસે ભારતની આઝાદી પહેલાં અને આઝાદી પછીના સિક્કાઓ સહિત અનેક વિદેશી સિક્કાઓનું કલેક્શન છે. તેમના આ શોખને કારણે ઘણી જગ્યાએ તેઓ પ્રખ્યાત છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી તેઓ કોઈ એક્ઝિબિશનમાં જઈ શક્યા નથી. અપૂર્વ ચૌધરી જણાવે છે કે, ‘ઘણાં સમય પહેલાં તેમના એક કાકા ફ્રાન્સમાં અભ્યાસ માટે ગયા હતા. ત્યાંથી તેઓ ફ્રાન્સના સિક્કા લાવ્યા હતા અને તેમાંથી ઘણાં મને આપ્યા હતા.
૩૫ વર્ષથી પહેલાંની આ ઘટના છે. ત્યારથી મને સિક્કા ભેગા કરવાનો શોખ જાગ્યો હતો. તેઓ જણાવે છે કે, ‘ત્યારપછી ઘણો સમય વહેતો ગયો. જાે કે, આજદિન સુધી આ શોખ મર્યો નથી. હજુ હું ઘણાં સિક્કા ભેગા કરતો હોઉં છું. હાલમાં મારા કલેક્શનમાં હજારો જૂના-રેર સિક્કા છે.
ભારતના જ નહીં, પરંતુ ફ્રાન્સ, ભૂતાન અને શ્રીલંકાના સિક્કાઓ પણ છે. અપૂર્વ ચૌધરીના પત્ની રત્ના બસક ચૌધરી તેમના પતિના સિક્કાઓ ભેગા કરવા માટેના શોખ વિશે જણાવે છે કે, ‘હું પરણીને આવી ત્યારથી તેમના સિક્કા ભેગા કરવાના શોખ વિશે જાણું છું.
ઉલ્લેખનીય છે કે, અપૂર્વ ચૌધરી બિઝનેસમેન પણ છે. તેથી તેઓ આ સિક્કા માટે વધુ સમય આપી શકતા નથી. તેથી તેમની પત્ની તેમના સિક્કાઓની સારી રીતે જાળવણી રાખે છે. તેટલું જ નહીં, સતત તેઓ પત્નીને સિક્કા ભેગા કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
અપૂર્વના આ રેર સિક્કા ભેગા કરવાના શોખને કારણે ઘણાં લોકો તેમને ‘કોઇન મેન’ તરીકે ઓળખાવે છે. અપૂર્વ ચૌધરી માને છે કે, તેમનું આ જૂનાં સિક્કાનું કલેક્શન આવનારી પેઢી માટે ખાસ્સુ લાભદાયક રહેશે.SS1MS