ચૈત્રી આઠમ નિમિત્તે આમોદના વેરાઈ માતા મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો
(પ્રતિનિધિ)ભરૂચ, આમોદમાં તિલક મેદાન ખાતે આવેલા વેરાઈ માતાજીના મંદિરે ચૈત્ર સુદ એકમ થી શરૂ થયેલો નવચંડી યજ્ઞ ચૈત્ર સુદ આઠમ સુધી યોજાયો હતો.વર્ષોથી આમોદના વેરાઈ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
ત્યારે ચૈત્રી નવરાત્રી નિમિત્તે કાશીના વિદ્વાન પંડિતો દ્વારા વેરાઈ માતાના મંદિરે નવચંડી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં સાત દંપતિઓએ નવચંડી યજ્ઞમાં પૂંજાનો લાભ લીધો હતો.સમગ્ર દિવસ દરમ્યાન યજ્ઞમાં ભૂદેવો દ્વારા આહુતિ આપવામાં આવી હતી.
ચૈત્રી નવરાત્રી નિમિત્તે શરૂ થયેલો યજ્ઞ ચૈત્ર સુદ આઠમના રોજ યજ્ઞની પૂર્ણાહૂતિ થઈ હતી અને સાંજે છ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સાંજે ૬ઃ૩૦ કલાકે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.નવરાત્રી નિમિત્તે માઈ ભક્તો માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો.નવચંડી યજ્ઞ નિમિત્તે કાવી-કંબોઈ થી સ્તંભેશ્વર મહાદેવના અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા.