તબીબ દ્વારા મહિલાના હૃદયનું ચિરા વગર ઓપરેશન કરાયું
પાટણ, ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર પાટણ જનતા હોસ્પિટલના કાર્ડીયોલોજીસ્ટ ડોકટર ધનંજય ચૌધરી દ્વારા આધેડવયની મહીલાના હૃદયના કાણાનું ચિરા વગરની સર્જરી દ્વારા સફળ ઓપરેશન કરી મહિલાને નવજીવન બક્ષતા મહીલાના પરીવારજનોને તબીબ સહીત હોસ્પિટલના સ્ટાફના પરીવારોને આભાર વ્યકત કર્યો હતો.
આ બાબતની મળતી માહિતી મુજબ સીતાબેન પ્રજાપતી ઉ.વ.પપ, રહે. જસાલીવાળા ને લાંબા સમયયથી શ્વાસની તકલીફ અને વારંવાર ન્યુમોનીયયાના લીધે દાખલ થવું પડતું હતું.
તેમના પરીવાર દ્વારા તેઓને પાટણના ડોકટર હમીદ મન્સુરી અને ડો.કેતુલભાઈ જાેશી પાસે નિદાન કરાવતા બંને તબીબોએ મહીલાને પાટણ જનતા હોસ્પિટલમાં ફરજ બજાવતા હૃદયયનાંનિષ્ણાત તબીબી ડો.ધનંજય ચૌધરી કાર્ડીયોલોજીસ્ટ ને બતાવવાની સલાહ આપતા પરીવારજનો મહીલાને જનતા હોસ્પિટલ ખાતે લાવી તપાસ કરવાતા
હૃદયના જન્મજાત કાણું હોવાનું જાણવા મળતા તેના ઓપરેશન માટે હૃદયના કાણા બંધ કરવા માટે ચીરા વાળી સર્જરી અને ચીરા વગરની સર્જરી છત્રી મૂકીને બંધ કરવાના ઓપ્શન હોવાના તબીબે જણાવેલ અને આ ઓપરેશન અમદાવાદ અને મોટા સેન્ટર સિવાય ન થતાં
હોવાનું જણાવી પ્રથમ વખત આ ઓપરેશન જનતા હોસ્પિટલમાં કરવા માટે દર્દી અને તેમના પરીવારને તબીબ દ્વારા સમજાવ્યા પછી આયુષ્યમાન યોજના અંતર્ગત ડો.ધનંજય ચૌધરીએ પોતાના સ્ટાફ સાથે મહીલાના હૃદયનુંચીરા વગરનું ઓપરેશન સફળતાપૂર્વક કરી દર્દીને સ્વસ્થ હાલતમાં રજા આપતા પરીવારજનોએ જનતા હોસ્પિટલના ડો.ધનંજય ચૌધરી સહીત સમગ્ર સ્ટાફ પરીવારોને આભાર વ્યકત કર્યો હતો.