મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડાતો પોષ ડોડાનો જંગી જથ્થો પકડાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડાતો ૪૦૧ કિલો જેવો રૂા.૧૨,૦૪,૬૫૦ ની કિંમત નો પોષ ડોડાનો જથ્થો જિલ્લા એસ.ઓ.જી પોલીસે ખેડબ્રહ્માથી એક આરોપી સાથે પકડી પાડી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધાવી હતી.
સાબરકાંઠા જિલ્લા એસ.ઓ.જી પોલીસના
પી.એસ.આઇ શ્રી ટી.જે. દેસાઈ સાહેબ તેમના સ્ટાફના એએસઆઇ યુનુસભાઇ કાદરભાઈ, અનોખો વિક્રમસિંહ મંગળસિંહ તથા અનોખો ગોપાલભાઈ પ્રવીણભાઈ વિગેરે હિંમતનગર થી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પ્રોહીબિશન કામના રિમાન્ડ ઉપરના આરોપી ઉબસલ તાલુકો ભિલોડા વાળાને સાથી લઈ
સરકારી ગાડીમાં ભિલોડા તથા રાજસ્થાન તરફ તપાસમાં જવા નીકળેલ ત્યારે ઈડરના મોહનપુરા રેલવે ફાટકથી આગળ જતો સામેથી સફેદ કલરની ર્કિંેહીિ ગાડી આવતાં તે શંકાસ્પદ લાગતા તે ફોરચયુનર ગાડીને ઉભી રખાવાની કોશિશ કરતા તે ગાડી ના ચાલકે પોલીસની ગાડી જાેતો ર્કિંેહીિ ગાડીને ન રોકતા
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા પો.સ્ટે. વિસ્તારમાં અફીણના પોશડોડાનો જથ્થો તથા દેશી તમંચા તથા કાર સહિત રૂ.૨૮,૧૪,૬૫૦/- ના મુદ્દામાલ સાથે બે પૈકી એક આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #Sabarkantha pic.twitter.com/dvSd7OacJu
— Sabarkantha Police (@SPSabarkantha) March 29, 2023
તેણે ગાડીને ઇડરથી વડાલી થઈ ખેડબ્રહ્મા તરફ દોડાવી મૂકતા ટી.જે દેસાઈએ વડાલી તથા પોલીસ મથક ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને જાણ કરી તે ગાડીનો પીછો કરતો તેઓ ખેડબ્રહ્મા આવ્યા ત્યારે સામેથી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.સી જેઆર દેસાઈ તેમના સ્ટાફ સાથે પોલીસ સ્ટેશને નાકુ બાંધતા ફોરચયુનર ગાડી પાછી વાળી જ્યોતિ હાઈસ્કૂલ પાસેના ખાચામાં લઈ આગળ
દોડાવતા તે રોડ આગળ ન જતાં આગળ પત્રનો કોટ આવી જતા તેની ગાડી ઉભી રાખી અંદર બેસેલ ચાલક પ્રદીપસિંહ બિશ્નોઇ રહેવાસી ઓશીયા જિલ્લો જાેધપુર રાજસ્થાન વાળો કાંટામાં થઈ નાસી ગયેલ જ્યારે બીજાે આરોપી ગિરધારી રામ જાેગારામ જાટ રહેવાસી ગોદારોકી ઢાણી બાડમેર રાજસ્થાન વાળો પકડાઈ ગયેલ.
ગાડીની અંદર તપાસ કરતો મધ્યપ્રદેશથી ગુજરાતમાં વેચાણ સારું લાવેલા કાળા કલરના પ્લાસ્ટિકના કોથરા નંગ ૨૦ મો પોસ્ટ ડોડા વજન ૪૦૧.૫૫૦ કિલો ગ્રામ કિંમત રૂા.૧૨,૦૪,૬૬૦ નો પકડાઈ જતાં ગાડી માંથી મળી આવેલ પાનકાર્ડ એક, આધાર કાર્ડ એક, મોબાઈલ નંગ એક કીમત ૫૦૦૦ રૂપિયા, બે નંબર પ્લેટ,
પિસ્તોલ કિંમત ૫૦૦૦ રૂપિયા તથા ગાડી ની કિંમત રૂા.૧૬ લાખ મળી કુલ ૨૮,૧૪,૬૫૦ રુપિયા નો મુદ્દા માલ જપ્ત કરી એસ.ઓ.જી સાબકોઠાના પીએસઆઇ શ્રી ટીજે દેસાઈએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ખેરોજ પી.આઈ શ્રી જે એ રાઠવા સાહેબ કરી રહ્યા છે.