Western Times News

Gujarati News

સાબરમતી જેલમાં અતીક અહેમદ રસોઈ બનાવશે કે પછી બીજું કામ કરશે ?

અતીક અહેમદને સજા થઈ હોવાથી હવે તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે રહેશેઃ જેલ મેન્યુઅલ પ્રમાણે કામ કરવાં પડશે

(એજન્સી)અમદાવાદ, ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા મેળવનાર ઉત્તરપ્રદેશના બાહુબલી માફીયા અતીફ અહેમદને પોલીસ કાફલો અમદાવાદની સાબરમતી જેલમાં પરત લાવી રહયયો છે જે આજે સાંજ સુધીમાં પહોંચી જશે. Sabarmati Jail Atik Ahmed

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં છેલ્લાં ચાર વર્ષથી કાચા કામના કેદી તરીકે રહેલા અતીક અહેમદને હવે પાકા કામના કેદી તરીકે જેલમાં રહેવું પડશે. જેલમાં આવી ગયા બાદ આવતી કાલથી અતીક અહેમદને જેલમાં સફેદ પોશાક પહેરીને કર્યું કામ કરવું પડશે તે મામલે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

કોર્ટે આપેલા ચુકાદામાં અતીક અહેમદને જેલમાં ભારે શ્રમ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેના કારણે હવે તે રસોઈ બનાવશે કે પછી સુથારીકામ કરશે કે પછી વણાટકામ બેકરીમાં કામ કરશે તે જેલ મેન્યુઅલ નકકી કરશે.

સાબરમતી સેન્ટ્રલ જેલનાં સુત્રોના જણાવ્યા અનુસાર અતીક અહેમદને આજે જેલમાં લાવી દેવામાં આવશે. ત્યારબાદ ચુકાદામાં વાંચીને તેના પર અનુકરણ કરવામાં આવશે. અતીક અહેમદ જેલમાં પાકા કામના કેદીઓ વચ્ચે રહેવું પડશે. પહેલા તો અતીક અહેમદની કામની ક્ષમતા ચેક કરવામાં આવશે. ત્યારબાદ તેને જેલના સત્તાધીશો કામ સોપાશે.

 

જેલમાં રસોઈ બનાવવાનું સુથારીકામ વણાટકામ, બેકરીકામ, ભજીયાં હાઉસ, પ્રિન્ટીગગ ધોબીકામ સહીતનાં કામ પાકા કામના કેદીઓ પાસે કરાવવામાં આવે છે. અતીક અહેમદને આજે સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવશે જયાં તેનો કેદી નંબર પડશે.

ઉત્તરપ્રદેશ પોલીસ માફીયા અતીકને લઈ મધ્યપ્રદેશના શિવપુરીથી રાજસ્થાનના બારાં જીલ્લામાં પહોચ્યયો. અગાઉ બાંદાથી હમીરપુરની બોર્ડરમાં પ્રવેશ કરતી વખતે કાફલો અટકયો ત્યારે પ્રીઝનર વાનમાંથી નીચે ઉતરેલા અતીક અહેમદને મીડીયા સમક્ષ મુછે હાથ ફેરવીને કહયું હતું કે હું આ મામલે હાઈકોર્ટમાં જઈશું.

ઉલ્લેખનીય છે કે ૧૭ વર્ષ જૂના ઉમેશપાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી એમએલએ કોર્ટ ગઈકાલે પોતાનો ચુકાદો સાંભળ્યો હતો. કોર્ટ તરફ જઈ રહેલા તમામ રસ્તાઓ ઉપર બેરીકેડસ લગાવવામાં આવ્યાં હતાં. લગભગ સાત જગ્યાએ પોલીસ કાફલા સાથે બેરીકેડિગ કરવામાં આવ્યું હતું.

આ તમામ જગ્યાએ આઈપીએસ અધિકારીઓની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એમપી-એમએલએ કોર્ટ બહાર કોઈ પણ પ્રકારની અનિચ્છનીયય ઘટના ન બને એ માટે પણ યુપીના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથેનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ચુસ્ત બંદોબસ્ત સાથે અતીક અહેમદને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જયાં તેને આજીવન કેદની સજા મળી છે. સજા બાદ બપોરના ૩.૩૦ વાગે અતીકને નૈનીી જેલમાં પરત લાવવામાં આવ્યો હતો પરંતુ તેને જેલની અંદર લઈ જવામાં આવ્યો ન હતો. વાન પાંચ કલાક જેલના ગેટ પાસે ઉભી રહી હતી. જેલ સુપ્રિટેન્ડેન્ટ શશિકાંત સિંહે અતીકને જેલમાં લઈ જવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહયું હતું કે અતીકને નૈની જેલમાં લઈ જવા માટે હજુ સુધી કોઈ આદેશ મળ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.