Nikhil Patel:હું સાવકા પિતામાં માનતો નથી, જેડન મારો દીકરો છે
મુંબઈ, દલજીત કૌરે યુકેના ઈન્વેસ્ટમેન્ટ બેંકર નિખિલ પટેલ સાથે ૧૮મી માર્ચે મુંબઈમાં લગ્ન કર્યા હતા. કપલ, જે હાલમાં હાલમાં નાઈરોબીમાં શિફ્ટ થયું છે, તેમણે તેમના જીવનના ટેક-૨ અંગે અને તેઓ કેવી રીતે બે બાળકો સાથે સેટલ થઈ રહ્યા છે તેના વિશે વાત કરી હતી. Daljit Kaur UK investment banker Nikhil Patel
નિખિલને પટેલા લગ્નથી બે દીકરીઓ છે જેમાંથી મોટી દીકરી આરિયાના તેમની સાથે રહે છે જ્યારે દલજીતને પૂર્વ પતિ શાલિન ભનોત થકી દીકરો જેડન છે. વાતચીત કરતાં નિખિલે જણાવ્યું હતું કે, તે હંમેશાથી જીવનસાથી માટે તૈયાર હતો. હવે તો તેની પાસે દીકરો પણ છે. તેણે કહ્યું હતું કે, તે સાવકા પિતા કે સાવકાની માતામાં માનતો નથી. તેના માટે જેડન હવે તેનો દીકરો જેડન પટેલ છે.
દલજીત કૌરે કહ્યું ‘જ્યારે લગ્ન થઈ રહ્યા હતા ત્યારે હું થોડી ચિંતિત અને ડરેલી હતી. હે નથી. હું કેટલીક બાબતો વિશે ચિંતિત હતી જેમ કે, બીજા દેશમાં શિફ્ટ થવું, જે શહેર છોડવું જ્યાં તમે કરિયર બનાવ્યું છે, જ્યાં તમારું પ્રોફેશન છે, ૨૦ વર્ષ પસસાર કર્યા છે, પરિવારને છોડવો આ બધું સરળ નથી. આ બધું કરવા માટે નિખિલ જેવા પુરુષના સાથની જરૂર પડે છે. તેણે મને કહ્યું હતું કે, બધું ઠીક થઈ જશે.
View this post on Instagram
હજી પણ હું ઘણીવાર નર્વસ થાઉ ત્યારે તે મારો હાથ પકડી લે છે અને ચિંતા ન કરવી માટે કહે છે. ડરવું તે સામાન્ય છે. પરંતુ તે મને આશ્વાસન આપતો રહે છે. હું જાણું છું કે તે તેના માટે કંટાળાજનક બની શકે છે પરંતુ જે રીતે તે બધુ કરે છે તે જાેઈને વધુ વધારે શાંત બની છું.
નિખિલ પટેલે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે ‘જીવન ઉત્સાહિત છે. અમારા દીકરા જેડને સ્કૂલે જવાનું શરૂ કરી દીધું છે અને તે સારી રીતે સેટ થઈ ગયું છે. તેને અહીં મજા આવી રહી છે. બધું સારી રીતે જઈ રહ્યું છે. અમારા મલ્ટી-નેશનલ વેડિંગ હતા.
દુનિયાભરમાંથી લોકો અમારા લગ્નમાં આવ્યા હતા. દરેકને મજા આવી હતી. નિખિલે ઉમેર્યું કે ‘આ ઉંમરે હું કોઈ ૨૦ની ઉંમરની યુવતીની સાથે પરણવાનો નહોતો. જેનું બાળક હોય તેવી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવાની શક્યતા હતી. હું જેડનને દત્તક લઈ રહ્યો છું અને હવે તે જેડન પટેલ છે.
તે મારો દીકરો છે અને અમારે હવે ત્રણ બાળતો છે. મારે બે અદ્દભુત દીકરીઓ હતી અને હવે દીકરો પણ મળી ગયો. પતિની બંને દીકરીઓ સાથેના બોન્ડિંગ વિશે વાત કરતાં દલજીતે કહ્યું કે ‘જેડનની જેમ હું મારી બંને દીકરીઓ પ્રત્યે પઝેસિવ છું.
આરિયાના મારા જીવનમાં છે તે માટે પોતાના ભાગ્યશાળી માનું છું. તે મને ડી-મોમ કહીને બોલાવે છે, જે મારે ખૂબ ખાસ છે. તેને થોડો સમય લાગ્યો હતો પરંતુ અમારા લગ્નના દિવસે તેણે સ્પીચ આપી હતી અને તે શબ્દ તેના માટે કેટલો ખાસ છે તે પણ જણાવ્યું હતું. મેં જેડન માટે મારા કમ્ફર્ટ ઝોન બહાર રહીને કંઈક કર્યું છે. હવે તે હું મારી દીકરીઓ માટે કરવા માગુ છું’.SS1MS