વિચારધારા સાથે કોઇ બાંધછોડ કરાઈ નથીઃ મોદીને મળવા દિલ્હી જઈશઃ ઉદ્ધવ
મુંબઈ, ઉદ્ધવ ઠાકરેએ નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ સંકેત આપ્યો હતો કે, તેઓ ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી જશે. સરકાર બની ગયા બાદ મોટા ભાઈને મળવા માટે દિલ્હી જનાર છે. દેવેન્દ્ર ફડનવીસની પત્રકાર પરિષદ બાદ લાગ્યું હતું કે, આ સંબંધ હવે લાંબા સમય સુધી રહેશે નહીં.
ભાજપ ઉપર પ્રહાર કરતા શિવસેનાએ કહ્યું હતું કે, વિપરિત વિચારધારા લોકો તેમના પર વિશ્વાસ કરી ચુક્યા છે પરંતુ સમાન વિચારધારાવાળા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો નથી. તેમણે કહ્યું હતું કે, એક સમાન વિચારધારા ધરાવનાર લોકોની સાથે ૩૦ વર્ષ સુધી હતા.
પરંતુ તેમના પર વિશ્વાસ કરવામાં આવ્યો ન હતો. જા કે, ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધો હવે નહીં સુધરે તેવા સંકેત રાજકીય પંડિતો પણ આપી રહ્યા છે. વિચારધારા સાથે બાંધછોડ શિવસેનાને ભારે નુકસાન કરી જશે તેમ પણ રાજકારણીઓ માની રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે હાલમાં વિચારધારા સાથે બાંધછોડનો ઇન્કાર કરી રહ્યા છે પરંતુ રાજકીય પંડિતો માને છે કે, કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને શિવસેનાએ પાર્ટીને નુકસાન કર્યું છે. આનાથી માઠી અસર થશે.