Western Times News

Gujarati News

આફતાબને જેલમાં કેદીઓએ માર માર્યો હોવાનો દાવો

નવી દિલ્હી, દિલ્હીમાં પોતાની લિવ ઈન પાર્ટનરની હત્યા અને પછી તેની લાશના ટૂકડાં કરી સગેવગે કરવાના આરોપમાં હત્યારો આફતાબ હાલ તિહાડ જેલમાં બંધ છે. ત્યારે શ્રદ્ધા વાલકરની હત્યા કેસમાં આરોપ નક્કી કરવા માટે સાકેત કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી હાલ પૂરતી ટળી છે. આગામી સુનાવણી ત્રણ એપ્રિલના રોજ થશે.

આ કેસમાં શ્રદ્ધાના હત્યાકાંડના આરોપી આફતાબ પૂનાવાલાના વકીલ આરોપ લગાવ્યા છે કે, આફતાબ સાથે જેલમાં અન્ય કેદીઓએ મારપીટ કરી છે. Shradha Murder Case:Aftab was allegedly beaten up by inmates in jail

આફતાબના વકીલની ફરિયાદ બાદ કોર્ટે જેલ તંત્રને નિર્દેશ આપ્યો છે કે, જ્યારે આફતાબને રજૂ કરવામાં આવે ત્યારે તેની સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે. શ્રદ્ધા હત્યકાંડ મામલે છેલ્લી સુનાવણી ૨૫ માર્ચના રોજ થઈ હતી. ત્યારે આફતાબ પૂનાવાલાએ પોતાનો વકીલ બદલી દીધો હતો. આફતાબ પૂનાવાલાએ કોર્ટ તરફથી મળેલા સરકારી વકીલની જગ્યાએ અક્ષય ભંડારીને પોતાના વકીલ બનાવ્યા છે.

વકીલ અક્ષય ભંડારીએ દલીલો શરુ કરવા માટે કોર્ટ પાસે થોડો સમય માગ્યો હતો. દિલ્હીની સાકેત કોર્ટે આરોપો પર ચર્ચા કરવા માટે આફતાબને છેલ્લી તક આપી હતી.

કોર્ટે આફતાબને કહ્યું હતું કે, જાે વકીલ બદલ્યો તો દલીલો રજૂ કરવા માટે બીજી વાર તક મળશે નહીં. કોર્ટે આફતાબના નવા વકીલને કેસ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજાે આપવા માટે કહ્યું હતું. શ્રદ્ધા વાલકરના પિતા તરફતી તેમના વકીલે ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ આપવાની માગ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, તેઓ તેને ક્યાંય પણ ડિસ્ક્લોજ કરશે નહીં.

કોર્ટે હાલ તો તેમને ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ આપવાનો ઈનકાર કર્યો હતો. મહત્વનું છે કે, ગઈ ૨૧ માર્ચના રોજ સામે આવેલા રિપોર્ટ મુજબ, દિલ્હી પોલીસે સાકેતની એક સેશન કોર્ટમાં દાવો કર્યો હતો કે, આફતાબ અમીન પૂનાવાલાને પોતાની લિવ ઈન પાર્ટનર શ્રદ્ધાની વાલકરની હત્યાનો દોષિત સાબિત કરવા માટે તેમની પાસે પૂરતા પુરાવા છે.

ફરિયાદી પક્ષે પોતાની દલીલો પૂરી કરી હતી અને બચાવ પક્ષે શરુઆતમાં કોર્ટ પાસે સમય માગ્યો હતો. ફરિયાદી પક્ષે કોર્ટ સમક્ષ શ્રદ્ધા અને આફતાબની એક ઓડિયો રેકોર્ડિંગ પણ રજૂ કરી હતી. જેમાં તેઓ પોતાના સાઈકેટ્રિસ્ટ સાથે વાત કરી રહ્યાં છે.

આ ઓડિયો ક્લિપમાં શ્રદ્ધા કહે છે કે આફતાબે તેને કેટલીય વાર મારવાનો પ્રયાસ કર્યો છે. શ્રદ્ધાએ પોતાના સાઈકેટ્રિસ્ટને જણાવ્યું હતું કે, આફતાબે તેને વારંવાર મારવાની ધમકી આપી હતી. તેણે મારવી ન જાેઈએ, પરંતુ મુશ્કેલીઓને લઈને વાત કરવી જાેઈતી હતી. તો આફતાબ કહી રહ્યો છે કે તે એવો વ્યક્તિ નહોતો કે જે બનવા માગતો હતો.

જાે કે, એ હજુ સુધી સ્પષ્ટ થયુ નથી કે સાઈકેટ્રિસ્ટ સાથે આફતાબ અને શ્રદ્ધાનું સેશન કોણે બુક કર્યુ હતુ અને તેઓએ કેટલાં સેશન અટેન્ડ કર્યા હતા.

જાે કે, શ્રદ્ધા અને આફતાબના રેકોર્ડિંગથી એ સ્પષ્ટ થઈ ગયુ છે કે આફતાબે શ્રદ્ધાને વારંવાર માર માર્યો હતો અને તે બેભાન થઈ ગઈ હતી. ૩૪ મિનિટના ઓડિયો ક્લિપમાં શ્રદ્ધા કાઉન્સિલરને કહી રહી છે કે, મને ખબર નથી કે તેણે મને કેટલી વાર મારવાનો પ્રયાસ કર્યો હતો.

આવું પહેલીવાર નથી બન્યું કે તેણે તેને મારવાનો પ્રયાસ કર્યો હોય. આજે પણ લગભગ બે વાર તેણે તેને માર માર્યો હતો. આફતાબે જ્યારે મારી ગરદન પકડી ત્યારે મને કંઈ પણ દેખાતુ નહોતું. હું ૩૦ સેકન્ડ સુધી શ્વાસ પણ નહોતી લઈ શકતી. એ પછી મેં તેના વાળ પકડ્યા અને મારી જાતને બચાવી હતી.

શ્રદ્ધાએ કહ્યું કે, જ્યારે પણ આફતાબ મારી આસપાસમાં હોય ત્યારે મને ડર લાગે છે. તે મુંબઈમાં પણ મારી આસપાસ રહેતો હતો. મને હંમેશા ડર લાગતો હતો કે આ શહેરમાં તે મને ગમે તે કરીને શોધી કાઢશે અને મારવાનો પ્રયાસ કરશે.

આફતાબનું વર્તન મને મારી નાખવાનું હતું. આફતાબ માત્ર મારપીટ જ નહીં શારીરિક હિંસા પણ કરતો હતો. એ મને જાનથી મારી નાખવનો પ્રયાસ કરતો હતો. પહેલીવાર નથી કે તેણે મને મારવાનો પ્રયાસ કર્યો હોય. જાે કે, આ દર્શાવે છે કે આફતાબ કેટલો ખતરનાક અને ચાલક છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.