Western Times News

Gujarati News

વિધવાના પુનઃલગ્ન કરે તો પણ વળતર મેળવવા માટે હકદાર: બોમ્બે હાઇકોર્ટ

મુંબઇ, બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે વિધવાના પુનઃવિવાહના આધાર પર મોટર દુર્ઘટનાના દાવાથી ઈન્કાર કરી શકાય નહીં. ન્યાયમૂર્તિ એસજી ડિગેએ વીમા કંપનીના દાવાને આમ કહીને ફગાવી દીધો. કંપનીએ આ મામલે અપીલ કરી હતી કે વિધવા જાે બીજા લગ્ન કરે તો તેને પહેલા પતિના મૃત્યુ માટે વળતર ન આપી શકાય.

અત્રે જણાવવાનું કે આ મામલે સખારામ ગાયકવાડ મોટર સાઈકલ ચલાવી રહ્યો હતો ને મૃતક ગણેશ તે મોટરસાઈકલ પર પાછળ બેઠો હતો.

પૂરપાટ ઝડપે આવી રહેલી ઓટોરિક્ષા આ મોટરસાઈકલ સાથે ટકરાઈ અને ટક્કર લાગવાથી સખારામ તથા મૃતક રસ્તા પર પડી ગયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મે ૨૦૧૦માં આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ગણેશ નામના વ્યક્તિની પત્ની તે સમયે માત્ર ૧૯ વર્ષની હતી અને તેણે વળતર માટે દાવો કર્યો હતો. કેસ ચાલુ હતો તે દરમિયાન જ તેણે બીજા લગ્ન કરી લીધા હતા.

ગણેશની પત્ની મોટર એક્સિડન્ટ્‌સ ક્લેઈમ ટ્રિબ્યુનલના આદેશને વીમા કંપનીએ પડકાર્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે દિવંગત પતિનું વળતર મેળવવા માટે વિધવા આખી જીંદગી અથવા તો વળતર ન મળે ત્યાં સુધી વિધવા જ રહે એવી અપેક્ષા રાખી શકાય નહીં.

તેની વય અને અકસ્માતનો સમય ધ્યાનમાં રાખતા તે મૃતકની પત્ની હતી એ વાત વળતર આપવા માટે પુરતી છે. પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરવાથી વળતર મેળવવાની વાત કોઈ ખરાબ વાત ન ગણી શકાય.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.