કેન્દ્ર સરકાર નવી સ્પાયવેર સિસ્ટમ ખરીદવાની તૈયારીમાં
ભારત કોન્ટ્રાક્ટની બોલી માટે દુનિયાભરમાંથી સ્પાયવેર કંપનીઓને આમંત્રિત કરવા પ્રસ્તાવો માટે અપીલ કરી શકે
નવી દિલ્હી, શું કેન્દ્ર સરકાર પેગાસસ જેવું જાસૂસી સોફ્ટવેર ખરીદવાની તૈયારીમાં છે. રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર એનએસઓ ગ્રુપના પેગાસસ વિકલ્પને શોધી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર વિવાદાસ્પદ પેગાસસની સરખામણીમાં લો પ્રોફાઈલ એક નવી સ્પાયવેર સિસ્ટમ મેળવવા માગે છે.
એના માટે સરકાર દ્વારા ૧૨ કરોડ ડૉલરનું બજેટ નક્કી કર્યું છે. એક મીડિયા રિપોર્ટમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં આ મામલે જાણકારી આપનારા બે લોકોનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે, લગભગ એક ડઝન કંપનીઓ બોલી લગાવવાની પ્રક્રિયામાં સામેલ છે.
આ પ્રક્રિયામાં મિસ્રની કંપની ઈંટેલેક્સ પણ સામેલ છે. કંપનીના પ્રીડેટર નામથી સ્પાયવેર છે. આ સ્પાયવેરને બનાવવામાં માટે ઈઝરાયલની સેનાના જૂના લોકોની પણ મદદ લેવામાં આવી છે. આ મેલવેયરનું નામ પણ મિસ્રમાં એક જાસૂસી સ્કેન્ડલમાં આવી ચૂક્યું છે. સિટિઝન લેબ અને ફેસબુક મુજબ, મિસ્ર, સાઉદી અરબહ, મેડાગાસ્કર અને ઓમાન સહિત માનવાધિકારોના હનન રેકોર્ડવાળા દેશોમાં પ્રીડેટર પહેલેથી જ કામ કરી રહ્યું છે. આ સિવાય ક્વાડ્રીમ અને કોગ્નાઈટ સ્પાયવેર પણ રેસમાં છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત ટૂંક સમયમાં કોન્ટ્રાક્ટની બોલી માટે દુનિયાભરમાંથી સ્પાયવેર કંપનીઓને આમંત્રિત કરવા પ્રસ્તાવો માટે અપીલ કરી શકે છે. જેમાં ઓસ્ટ્રેલિયા, ઈટલી, ફ્રાંસ, બેલારુસ અને સાઈપ્રસ સહિત અન્ય દેશોમાં હાજર સ્પાયવેર કંપનીઓ સામેલ થઈ શકે છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં સરકારો વિશે માનવામાં આવે છે કે પ્રાઈવેટ મિલિટ્રી કોન્ટ્રાક્ટરના બદલે પોતાની ગુપ્તચર એજન્સીની તરફથી વિકસિત સ્પાયવેર સિસ્ટમનો ઉપયોગ કરે છે.
દેશમાં ઈઝરાયલના જાસૂસી સોફ્ટવેર પેગાસસ એ સમયે ચર્ચામાં આવ્યું હતું કે જ્યારે એના દ્વારા રાજકીય નેતાઓ, માનવાધિકાર કાર્યકર્તાઓ અને પત્રકારોના જાસૂસીનો રિપોર્ટ સામે આવ્યો હતો. સરકારે આ રિપોર્ટોને સનસનાટીભર્યો ગણાવી નકાર્યો હતો.
સરકારનું કહેવું હતું કે, આ ભારતીય લોકતંત્ર અને તેની સારી રીતે સ્થાપિત સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે. આ સિવાય રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે, ઈઝરાયલ સ્થિત એનએસઓ ગ્રુપની સાથે કોઈ લેણ-દેણ થઈ નથી. બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ માટે કમિટિની રચના પણ કરી હતી. જાે કે, એનું કોઈ ચોક્કસ પરિણામ મળ્યું નહોતું.