Western Times News

Gujarati News

મહિલાએ રાહુલ ગાંધીના નામે કર્યુ પોતાનું ચાર માળનું મકાન

ભાજપ રાહુલ ગાંધી પર ખોટા આરોપ લગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેમને અયોગ્ય જાહેર કરી દીધા છે ઃ મહિલા

નવી દિલ્હી,  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગા્‌ધીની લોકસભાની સદસ્યતા ગયા બાદ તેમને સરકારી બંગલો પણ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે.

જને લઈને દિલ્હી કોંગ્રેસ સેવા દળની નેત્રી રાજકુમારી ગુપ્તાએ શનિવારે રાહુલ ગાંધીને રાષ્ટ્રીય રાજધાનીના મંગોલપુરી સ્થિત પોતાનું ચાર માળનું મકાન આપવા માટે રજૂઆત કરી છે. રાજકુમારી ગુપ્તા દિલ્હી કોંગ્રેસ સેવાદળની મહિલા વિંગની પ્રમુખ છે. The woman named her four-storey house in the name of Rahul Gandhi

રાજકુમારી ગુપ્તાએ જણાવ્યું કે, મારી પાસે ચાર માળનું મકાન છે. અમારી કોલોની રાહુલ ગાંધીના દાદી ઈન્દિરા ગાંધી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. ભાજપ તેમના પર ખોટા આરોપ લગાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેમને અયોગ્ય જાહેર કરી દીધા છે.

સાથે જ તેમને બંગલો ખાલી કરવા માટે પણ નોટિસ આપવામાં આવી છે. જેને અમે સહન કરી શકતા નથી. પ્રોપર્ટી અંગે વાત કરતા તેઓએ કહ્યું કે, મેં મારું ૨૫ ગજનું ઘર રાહુલ ગાંધીના નામે કરી દીધું છે અને હું તેમને મળવા માટે તેમના નિવાસ સ્થાને જઈશે. જેથી તેઓ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી શકે.

આ દરમિયાન મહિલાએ ગાંધી પરિવાર પર ટિપ્પણી કરવા બદલ ભાજપર પર નિશાન પણ સાધ્યું હતું. તેઓએ કહ્યું કે, હાલની સરકારની સરકારને આગામી ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં હાંકી કાઢવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં સોમવારે રાહુલ ગાંધી એક માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને પછી તેમની લોકસભાની સદસ્યતાને પણ અયોગ્ય ઠેરવામાં આવી હતી. બાદમાં ૨૨ એપ્રિલ સુધી સરકારી બંગલો પણ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.

અગાઉ કોંગ્રેસના તેલંગાણાના પ્રમુખ રેવંત રેડ્ડીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું હતું. રેડ્ડીએ ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, રાહુલ ભૈયા, મેરા ઘર આપકા હૈ. મેં અપને ઘરમાં આપકા સ્વાગત કરતા હૂં. હમ પરિવાર હૈ, યહ આપકા ઘર ભી હૈ.

જાે કે, હજુ સુધી એ જાણી શકાયુ નથી કે આખરે રાહુલ ગાંધી ક્યાં શિફ્ટ થશે, કારણ કે કોંગ્રેસ નેતાઓ અને સાંસદોએ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઘર આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ સંસદ સભ્યોના નિવાસ નિયમો મુજબ, સરકારી નિવાસ સ્થાનોમાં માત્ર સાંસદોના પરિવારના સભ્યો જ રહી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.