ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીની હત્યા કરનારો આરોપી ઠાર
રાશિદ ૨૦૨૦ના ટ્રિપલ મર્ડર કેસનો મુખ્ય આરોપી હતો, તેણે સુરેશ રૈનાના ૩ સંબંધીઓનું મર્ડર કર્યું હતું
આગ્રા, ઉત્તર પ્રદેશની મુઝફ્ફરનગર પોલીસે પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાના સંબંધીની હત્યા કરનારા શખસનું એન્કાઉન્ટર કરી દીધું છે. રાજસ્થાનના કુખ્યાત આરોપી રાશિદને એન્કાઉન્ટર દરમિયાન મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાશિદને પકડનારા પર ૫૦ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું.
તે છેલ્લા ઘણા વર્ષોથી ફરાર હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટનાના કેટલાક આરોપીઓની પહેલા પણ ધરપકડ થઈ ચૂકી છે. તેના પર હવે મોટી કાર્યવાહી થતા મુદ્દો ચર્ચામાં આવ્યો છે તો ચલો સમગ્ર ઘટનાક્રમ વિશે વિગતવાર માહિતી..
આ એન્કાઉન્ટર શાહપુર પોલીસ સ્ટેશનના સાહદુડી રોડ પર થયું હતું. જેમાં શાહપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ બબલુ કુમારને પણ ગોળી વાગી હતી. શાહપુર પોલીસ અને મુઝફ્ફરનગર એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં રાશિદનું મોત થયું છે. રાજસ્થાનના રહેવાસી રાશિદે ૨૦૨૦માં પઠાણકોટમાં લૂંટ દરમિયાન સુરેશ રૈનાના ત્રણ સંબંધીઓની હત્યા કરી હતી.
યુપી પોલીસે તેના પર ઈનામ પણ જાહેર કર્યું હતું. પોલીસે રાશિદ પાસેથી એક રિવોલ્વર અને કારતૂસ જપ્ત કર્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં પોલીસે હત્યાના કેસમાં અન્ય એક આરોપીની ધરપકડ કરી હતી, જેની ઓળખ કાકા ઉર્ફે શહજાદ તરીકે થઈ હતી. આ ઘટના બાદ સુરેશ રૈનાએ જીૈં્ ઘટનાની તપાસ પંજાબના તત્કાલિન સીએમ કેપ્ટન અમરિંદર સિંહને કરી હતી.
૧૯ ઓગસ્ટ ૨૦૨૦ની રાત્રે લૂંટના ઈરાદે રૈનાના સંબંધીના ઘરે લૂંટારાઓએ હુમલો કર્યો હતો. હુમલામાં રૈનાના કાકા અશોક કુમારનું મોત થયું હતું, જ્યારે કાકી આશા અને પિતરાઈ ભાઈ કૌશલ કુમારનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
આ લોકો ટોળકી બનાવીને લૂંટ ચલાવતા હતા. ઘટનાની રાત્રે પાંચ આરોપીઓ ધાબા પરથી ઘરમાં ઘૂસ્યા હતા. તેઓએ ત્રણ લોકોને મેટ પર સૂતા જાેયા અને તેમના પર હુમલો કર્યો. આ પછી તેઓ સીડી પરથી ઘરની અંદર ઘૂસ્યા હતા અને લૂંટ ચલાવીને ભાગી ગયા હતા.