સાબરમતીમાં રાહદારી મહિલાને કેફી પદાર્થ સુઘાડી પાંચ તોલા સોનાની બંગડીઓની લુંટ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિÂસ્થતિના પગલે નાગરિકો અસલામતીની લાગતી અનુભવી રહયા છે શહેરમાં તસ્કરો અને લુંટારૂઓ બેફામ બની ગયા છે અને રોજ જુદા જુદા વિસ્તારોમાં નાગરિકોને લુંટી રહયા છે. શહેરના સાબરમતી વિસ્તારમાં એક રાહદારી મહિલાને મહિલા ઠગ ભેટી ગઈ હતી અને તેણે કેફી પદાર્થ સુઘાડી તેના હાથમાંથી સોનાની ચાર બંગડીઓ લુંટી આ લુંટારુ ટોળકી પલાયન થઈ જતાં ભારે સનસનાટી મચી ગઈ હતી.
અર્ધ બેભાન હાલતમાં મહિલાને જાઈ લોકો એકત્ર થઈ ગયા હતા અને આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ આવી પહોચ્યા હતા. આ ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના સાબરમતી વિસ્તારમાં કબીર ચોક પાસે કોઠારી ટાવરની સામે આવેલી સોસાયટીમાં રહેતા જયશ્રીબેન શૈલેષભાઈ શાહ નામની આધેડ મહિલા છુટક કામ કરી રૂપિયા રળે છે. ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી જયશ્રીબેનના પતિ કપડા સિવવાની દુકાન ધરાવે છે અને તેના પતિનું ધર્મનગર બેંક ઓફ બરોડામાં ખાતુ આવેલુ છે.
ખાતાની ચેકબુક પુરી થઈ ગઈ હોવાથી નવી ચેક બુક લેવા માટે તે ગઈકાલે બપોરના સમયે ઘરેથી ચાલતા નીકળી હતી જયશ્રીબેને ૧૭ વર્ષ પહેલા રતનપોળમાંથી પાંચ તોલાની ચાર બગડીઓ ખરીદી હતી અને તે પાંચેય બંગડીઓ નિયમિત રીતે હાથમાં પહેરતા હતાં. ગઈકાલે બપોરે ૧ર.૩૦ વાગ્યાના સુમારે ઘરેથી નીકળી ધર્મનગર બેંક ઓફ બરોડા શાખામાં નવી ચેકબુક લેવા માટે ગયા હતાં.
બેંકમાં જરૂરી કાર્યવાહી કરી નવી ચેકબુક મેળવી બપોરના ર.૪પ વાગ્યાના સુમારે બેંકમાંથી ચાલતા ધર્મનગર પાસે પસાર થઈ રહયા હતાં. ધર્મનગર રેલવે સ્ટેશનથી ડી કેબીન જવાના રોડ પર તેઓ ઉભા હતા ત્યારે એક કોઢવાળી ૩ર વર્ષીય મહિલા અને તેની સાથે ૭ થી ૮ વર્ષની છોકરી આવી હતી.
જયશ્રીબેન ઉભા હતા ત્યારે આ મહિલા અને છોકરી તેની પાસે આવ્યા હતા અને તેણે પોતાના હાથમાં રૂમાલમાં કાળા કપડામાં રૂ.ર૦ ના દરની નોટોનું બંડલ બતાવ્યુ હતું અને પૈસા આપવાની લાલચ આપી તેની સાથે વાતચીતનો દોર શરૂ કર્યો હતો આ દરમિયાનમાં જ આ અજાણી મહિલાએ જયશ્રીબેનને કેફી પદાર્થ સુઘાડી દેતા તેઓ બેભાન જેવી હાલતમાં મુકાઈ ગયા હતાં.
આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી આ અજાણી મહિલાએ જયશ્રીબેનના હાથમાંથી કુલ પાંચ તોલાની સોનાની બંગડીઓ કાઢીને ફરાર થઈ ગઈ હતી. અર્ધ બેભાન હાલતમાં જ જયશ્રીબેન બાજુમાં આવેલી નારીયેળ વાળાની લારી પર ગયા હતાં અને ત્યાં બેઠા હતાં આ દરમિયાનમાં હાથ પર સોનાની બંગડીઓ જાવા મળી ન હતી. આ દરમિયાનમાં આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતાં. અજાણી મહિલાએ જયશ્રીબેનની થેલીમાં રૂ.ર૦ની નોટોનું બંડલ મુકી દીધુ હતું અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
તેમના ફોનમાંથી ફોન કરીને ૧૦૦ નંબર પર પોલીસની મદદ માંગવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં સાબરમતી પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને જયશ્રીબેનની થેલીમાં કાળા કપડામાં મુકેલ ર૦ની નોટનું બંડલ તપાસતા તેમાં ઉપરની એક નોટ ર૦ રૂપિયાની હતી જયારે નીચે કાગળના ટુકડા પેક કરેલા જાવા મળ્યા હતાં. રાહદારી મહિલાને કેફી પદાર્થ સુઘાડી મહિલા પાંચ તોલા સોનાની બંગડીઓ લુંટીને ફરાર થઈ જવાની ઘટનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. સાબરમતી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં છે.