શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતાની ફરિયાદ
અમદાવાદ, પરિણીતાએ બે દીકરીઓને જન્મ આપતા સાસરિયા કહેવા લાગ્યા કે, આ દીકરીઓના પોટલા માથે રાખીને જીવી ખા નહિ તો આ લોકોને જીવાડવા માટે રૂપિયા ૧૦ લાખ તારા બાપા પાસેથી લઇ આવ. પરિણીતા ગર્ભવતી હોવા છતાં તેને માર મારવાનું ચાલુ કર્યુ હતું.
આમ શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. નારણપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને લગ્ન જીવન દરમિયાન તેના પતિ અને સાસુ સારી રીતે રાખતા હતાં. પરંતુ દીકરીના જન્મ બાદ છેલ્લા ચૌદેક વર્ષથી તેને અવાર નવાર મેણા ટોણા મારીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
પરિણીતા એ બીજી દીકરીને જન્મ આપ્યા બાદ તેને કહેવા લાગ્યા કે, આ દીકરીઓના પોટલા માથે રાખીને જીવી ખા નહિ તો આ લોકોને જીવાડવા માટે રૂપિયા ૧૦ લાખ તારા બાપા પાસેથી લઇ આવ. પરિણીતા આ બાબતની જાણ તેના માતા પિતાને કરતા તેમણે તેઓને ઠપકો પણ આપ્યો હતો. છતાં તેને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.
પરિણીતા પ્રેગનેન્ટ થતા તેની પરિસ્થિતી પર દયા રાખ્યા વીના તેને માર મારવાનું ચાલુ કરેલ અને ૧૫ લાખ રૂપિયાની માંગણી કરી ત્રાસ આપતા હતાં. પરિણીતા તેના પિયરમાં રહેવા આવી જતાં તેનો પતિ તેને પરત મુંબઇ લઇ જવા માટે ધાક ધમકી આપીને દબાણ કરતો હતો.
પરિણીતા તેના ત્રણેય સંતાનોને લઇને અમદાવાદ રહેવા આવી ગઇ હતી. તેનો પતિ કોઇ નાણાકીય સહાય કરતો ના હોવાથી તેણે નોકરી શરૂ કરી હતી. તેનો પતિ નોકરીની જગ્યાએ આવીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અને નોકરી છોડાવી દેવા માટે પ્રયત્ન કર્યો હતો. જે અંગે પરિણીતાએ પોલીસને જાણ કરતાં પોલીસ એ ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.SS1MS