Western Times News

Gujarati News

અમદાવાદઃ પાણીની બોટલમાં વોડકા દારૂની ડીલીવરીનું ષડયંત્ર

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે પોલીસની સઘન કામગીરીથી બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો કેટલાક બુટલેગરો અવનવી મોડસ ઓપરેન્ડી વાપરીને શહેરમાં દારૂ ઘુસાડી રહયા છે અને કેટલાક બુટલેગરો તો હોમ ડીલીવરી પણ કરવા લાગ્યા છે જેના પગલે પોલીસતંત્ર વધુ સતર્ક બન્યુ છે અને શહેરમાં પેટ્રોલીંગ પણ સઘન બનાવાયું છે.

આ પરિસ્થિતિમાં  અમદાવાદ ક્રાઈમબ્રાંચ પણ એલર્ટ પર છે. શહેરમાં બુટલેગરો દ્વારા દારૂની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા ગઈકાલે શહેરના છેવાડાના વિસ્તારોમાં તથા પ્રવેશતા માર્ગો પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતું જેમાં એક ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. બુટલેગર દ્વારા પીવાના પાણીની બોટલમાં વોડકા ભરી તેની ડીલીવરી કરવામાં આવતી હોવાની માહિતી મળતા જ ક્રાઈમબ્રાંચે ગોતાબ્રીજ પાસે ચેકિંગ હાથ ધરી એક બુટલેગરને પાણીની બોટલોમાં વોડકા ભરેલો દારૂ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બુટલેગરની આ મોડસ ઓપરેન્ડીથી અધિકારીઓ ચોંકી ઉઠયા છે. વોડકા, જીન પાણી જેવી જ પારદર્શિક હોવાથી પાણીની બોટલમાં ભરીને તેની ડીલીવરી કરવામાં આવતી હતી ક્રાઈમબ્રાંચે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે રાજયમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં મુદ્દે રાજયના ગૃહવિભાગે પોલીસ અધિકારીઓને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા જેના ભાગરૂપે સૌ પ્રથમ અમદાવાદ શહેર સહિત રાજયભરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે સઘન કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

આ નિર્ણયના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગના વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે અને તેમાં કેટલાક નામચીન બુટલેગરો પણ ઝડપાયા છે.
પોલીસની કાર્યવાહીથી મોટા દારૂના અડ્ડાઓ બંધ થઈ ગયા છે જાકે શહેરમાં હજુ પણ દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. પોલીસની કાર્યવાહીથી બુટલેગરોએ પણ દારૂના ગેરકાયદેસર વેચાણ માટે અનેક નવી તરકીબો અજમાવી છે.

બુટલેગરો દ્વારા ઓનલાઈન વેચાણ કરતી કંપનીના સેલ્સમેનના રૂપમાં ડીલીવરી બોય બનાવી પન્ટરો દ્વારા દારૂની હોમ ડીલીવરી કરવામાં આવી રહી છે આ ઘટનાનો પર્દાફાશ થયા બાદ રાજયભરમાં પોલીસ સતર્ક બની છે. આ દરમિયાનમાં અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચને થોડા દિવસ પહેલા બાતમી મળી હતી કે બુટલેગરો દ્વારા શહેરમાં દારૂની વ્યવÂસ્થત રીતે ખાનગીમાં હોમ ડીલીવરી કરવામાં આવી રહી છે અને આ માટે અવનવી તરકીબો પણ અજમાવવામાં આવી રહી છે

જેના પગલે ક્રાઈમબ્રાંચ એલર્ટ થઈ ગયું હતું. ગઈકાલે રાત્રે ગોતા બ્રીજ પાસે ક્રાઈમબ્રાંચની એક ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી આ દરમિયાનમાં નામચીન બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે પપ્પુ પટેલ ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થયો હતો તેને જાતા જ ક્રાઈમબ્રાંચના અધિકારીઓ એલર્ટ થઈ ગયા હતાં. ધર્મેન્દ્ર ઉર્ફે પપ્પુને અટકાવી ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ તેની તલાશી લેવાની શરૂ કરી હતી પ્રારંભમાં તેના થેલામાં પાણીની બોટલો છે તેવુ જણાવી બોટલો બહાર કાઢી હતી.

પરંતુ પોલીસને ચોકકસ બાતમી મળતા આ પાણીની બોટલો ખોલતા તેમાંથી વોડકાના વાસ આવવા લાગી હતી વોડકા પાણી જેવો જ પારદર્શક હોય છે તેથી પેક બોટલમાં તે પાણી છે કે વોડકા છે તે ખબર પડી શકે નહી તેથી બુટલેગરે આ મોડસ ઓપરેન્ડી વાપરી વોડકાની હોમ ડીલીવરી શરૂ કરી હતી પોલીસે તેની પાસેથી ૩૬ લીટર વોડકા દારૂ કબજે કર્યો હતો.

પોલીસ પુછપરછમાં ચોંકાવનારી કબુલાત બુટલેગરે કરી હતી તે છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારે પાણીની બોટલમાં વોડકા ભરીને પાછી પાણીની બોટલો સીલ કરી તેની ડીલીવરી કરતો હતો પોલીસે આ દારૂ ક્યાંથી લાવ્યો અને તેની પાસે હજુ કેટલો દારૂનો જથ્થો છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે બુટલેગરની આ નવી મોડસ ઓપરેન્ડીથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે અને ક્રાઈમબ્રાંચે ધર્મેન્દ્ર વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.