Western Times News

Gujarati News

સુરતમાં પરમાણુ હુમલાનું કાવતરું ઘડ્યું હતું યાસીન ભટકલે

ચેટમાંથી મળ્યા પુરાવા-આતંકવાદી યાસિન ભટકલ અને મોહમ્મદ દાનિશ અંસારી સહિત ૧૧ લોકો સામે આરોપો ઘડ્યા 

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીની એક કોર્ટે પ્રતિબંધીત આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનનો નેતા યાસીન ભટકલ સામે આરોપો ઘડ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે યાસીન ભટકલ પર ભારત વિરુદ્ધ યુદ્ધ કરવાનું કાવતરું રચવાના મામલે ઓરોપો ઘડ્યા છે. Charges framed against Indian Mujahideen leader Yasin Bhatkal

એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે આતંકવાદી યાસિન ભટકલ અને મોહમ્મદ દાનિશ અંસારી સહિત ૧૧ લોકો સામે આરોપો ઘડ્યા છે. કોર્ટે જણાવ્યું કે, આરોપીઓ સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવાઓ છે. કોર્ટે જણાવ્યું કે, પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યું છે કે, આરોપીઓ ઈન્ડિયન મુજાહિદ્દીનના સભ્યો હતા અને તેમણે ભારત વિરુદ્ધ યુદ્ધ કરવા માટે ગુનાહિત કાવતરું રચ્યું હતું.

કોર્ટે જણાવ્યું કે, યાસીન ભટકલ ભારત વિરુદ્ધ યુદ્ધ કરવા માટે ઘણી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો… કોર્ટે કહ્યું કે, યાસિન ભટકલની ચેટમાં ન્યૂક્લિયર બોંબ પ્લાનિંગ મામલે ખુલાસો થયો છે અને વિસ્ફોટ પહેલા ત્યાંથી મુસલમાનોને હટાવવાની યોજના પણ બનાવી હતી. કોર્ટે કહ્યું કે, યાસીન ભટકલ માત્ર મોટા ષડયંત્રમાં જ નહીં, પરંતુ તેણે આઈઈડી બનાવવામાં પણ મદદ કરી…

વર્ષ ૨૦૧૩માં ૨૧મી ફેબ્રુઆરીએ હૈદરાબાદના દિલસુખનગરમાં ૨ બ્લાસ્ટ થયા હતા, જેમાં ૧૮ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૧૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બંને વિસ્ફોટોમાં આઈઈડીનો ઉપયોગ થયો હતો.

આ કેસમાં કોર્ટે ઈન્ડિયન મુજાહિદ્દીનના સહ-સ્થાપક યાસીન ભટકલ, પાકિસ્તાની નાગરિક ઝિયા ઉર રહેમાન અને અન્ય ૩ને ફાંસીની સજા સંભળાવી હતી. યાસીન ભટકલ એનઆઈએની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ છે. વર્ષ ૨૦૧૩માં બિહારમાં નેપાળની સરહદ પાસેના વિસ્તારમાંથી યાસીન ભટકલની ધરપકડ કરાઈ હતી. યાસીન ભટકલ ઉત્તર કર્ણાટકના ભટકલ ગામનો રહેવાસી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.