ખાલિસ્તાનના નામે મેસેજ કરનાર વધુ બે ઝડપાયાઃ ત્રણ સીમબોકસ કબજે
(એજન્સી)અમદાવાદ, માત્ર ભારત જ નહી પરંતુ અનેક દેશોમાં અચાનક જ ખાલીસ્તાન ચળવળ એકટીવ બની ત્યારે ગત મહીને અમદાવાદના નરેન્દ્ર મોદીએ સ્ટેડીયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની પૂર્વ મેચ લોકોને સલામત રહેવું હોય યતો ઘરમાં જ રહો નહીતર સલામત રહેશો નહી. Two more messagers caught in the name of Khalistan: Three SIM boxes seized
જેવા મેસેજ હજારોની સંખ્યામાં વાઈરલ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી ગઈ હતી અને સાયબર ક્રાઈમની ટીમે મેસેજ કરનાર નરેન્દ્ર તથા રાહુલ નામના બે યુવકોને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા હતા. જેની પુછપરછમાં ઉત્તર પ્રદેશથી વધુ બે શંકાસ્પદ યુવાનોને ઝડપી લેવામાં આવ્યા છે.અને તેમની પાસેથી વધુ ત્રણ સીમ બોકસ કબજે કરવામાં આવ્યા છે.
ભારતના વડાપ્રધાન અમદાવાદમાં ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન અમદાવાદમાં ઉપસ્થિત રહેવાના હતા અને તેમની ખાસ ઉપસ્થિતીમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે મેચનું આયોજન થયું હતું. મેચ શરૂશ થાય તેની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં હજારો લોકોને મોબાઈલ પર ભારત સરકાર દ્વારા જેને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
તેવા ગુરપતવંતસિંઘ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજ આવવા લાગ્યા હતા. જાેકે, આ બાબત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંઘના ધ્યાનમાં આવતાં તેમણે ચૈતન્ય માંડલીક અને અજીત રાજીયાનની ટીમીને આ મેસેજનું પગેરું શોધવા કામગીરી સોપી હતી.
એસીપી જીતુ યાદવે આ મેસેજ વાઈરલ કરનાર નરેન્દ્ર તથા રાહુલને ઝડપી લીધા હતા. તથા તેમની પાસેથી મેસેજ વાઈરલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ૧૩ સીમ બોકસ અને સંખ્યાબંધ સીમકાર્ડ કબજે કર્યા હતા.
રાહુલ અને નરેન્દ્ર ખાનગી ટેલીફોન એકસચેન્જ ચલાવતાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને લાખો રૂપિયાના બદબલામાં તેઓ આવો મેેસેજ વાઈરલ કરતા હોવાનું ખુલ્યું હતું. જાેકે આરોપીએ પોલીસના કબજામાં હોવા છતાં સતત આ પ્રકારના મેસેજ વાઈરલ થતા હતા
જયારે કેટલાક લોકોને તો ફોન કોલ પણ આવવા લાગ્યા હતા. આવા મેેજ કરવામાં અન્ય કેટલાક લોકો સંકળાયેલા છે. તે અંગેની તપાસ શરૂ કરી હતી. દરમ્યાન પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. કે ઉત્તરપ્રદેશના મવાણા ખાતેથી મેસેજ થઈ રહયા છે. પોલીસે રાતોરાત દરોડા પાડતા જે તે સ્થળેથી વધુ ત્રણ સીમબોકસ મળ્યા હતા.
જયારે આ મેસેજ કરનાર બંને યુવકો ઉત્તર પ્રદેશના મોદીનગર પહોચી ગયા હોવાથી તેમને ઝડપી લેવાયા છે. કે જાેકે પકડાયેલા યુવકો અંગેની વધુ કોઈ માહિતી આપવાનો ઈનકાર કરતા પોલીસ સુત્રો એ જણાવ્યું હતું કે, તેમની પુછપરછ બાદ વધુ બાબતો જાહેર કરવામાં આવશે.