Western Times News

Gujarati News

હવે એર ઈન્ડિયાની ભારતથી ઉપડતી ફ્લાઈટ્સમાં મળશે આવું સ્વાદિષ્ટ ભોજન

● ફર્સ્ટ અને બિઝનેસ ક્લાસ મહેમાનો માટે વેગન વિકલ્પો, લોરેન્ટ-પેરિયર શેમ્પેઈન અને ઈમ્પ્રેસિવ વાઈન લિસ્ટ

● સમગ્ર કેબિન ક્લાસીસ માટે ગોર્મેટ મીલ, ટ્રેન્ડી એપેટાઇઝર્સ અને ડિસન્ટ ડેઝર્ટ્સ

New Delhi, એર ઈન્ડિયાએ ગ્રાહકોના અનુભવમાં સતત વૃદ્ધિને અનુરૂપ તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ (ભારતથી ઉપડતી) પર તમામ કેબિનમાં રિફ્રેશ્ડ ઈન્ફ્લાઈટ ફૂડ અને બેવરેજીસ મેનુ રજૂ કર્યા છે. Air India Refreshes Inflight Menu for International Flights Ex-India

નવું મેનૂ મહેમાનોના પ્રતિસાદ પર આધારિત છે અને તે પ્રવાસીઓને સ્વાદિષ્ટ ભોજન, ટ્રેન્ડી એપેટાઇઝર્સ, અવનવા ડેઝર્ટ્સ અને સ્વસ્થ આહારના વલણને અનુરૂપ ભારતના સ્થાનિક સ્તરે પ્રાપ્ત રાંધણ પ્રભાવને પ્રદર્શિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એરલાઇનના બાર મેનૂમાં હવે પ્રીમિયમ બ્રાન્ડની સ્પિરિટની રેન્જ તેમજ કાળજીપૂર્વક તૈયાર કરાયેલી વાઇન લિસ્ટ છે જેમાં ઉત્કૃષ્ટ ફ્રેન્ચ અને ઇટાલિયન વાઇનનો સમાવેશ થાય છે.

એર ઈન્ડિયાના ઈન્ફ્લાઈટ સર્વિસીસના વડા સંદીપ વર્માએ જણાવ્યું હતું કે: “અમે મહેમાનો માટે એર ઈન્ડિયાના અનુભવને બદલવાના અમારા વર્તમાન પ્રયાસના ભાગરૂપે અમારા નવા મેનુમાં નવા વિચારો અને ઊર્જા લાવ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારા મહેમાનો એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ પર તેમના મનપસંદ રેસ્ટોરાંની જેમ ભોજન અને પીણાંનો આનંદ માણે.”

વર્માએ ઉમેર્યું કે, “નવા મેનુ ડિઝાઇન કરતી વખતે અમારું મૂળ ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર છે કે તેમાં સ્વાદિષ્ટ હોય તેવા પૌષ્ટિક વિકલ્પોનો સમાવેશ થાય છે અને સમકાલીન, ટકાઉ પ્રેક્ટિસનો સમાવેશ થાય છે”.

એર ઇન્ડિયામાં એલિવેટેડ ડાઇનિંગ અનુભવ ડિઝાઇન કરવા માટે ઇન-હાઉસ નિષ્ણાતો, કેટરિંગ પાર્ટનર્સ અને બહુવિધ સપ્લાયર્સની એક ટીમ એસેમ્બલ કરવામાં આવી હતી.

શ્રેષ્ઠ વિગન વ્યંજનો: એર ઈન્ડિયાના પ્રથમ અને બિઝનેસ ક્લાસના ગ્રાહકો કે જેઓ વેગન જીવનશૈલીને અનુસરે છે તેઓ હવે સ્વાદિષ્ટ, વનસ્પતિ આધારિત ભોજન વિકલ્પો જેમ કે સબ્ઝ સીખ કબાબ, તોફુ અને વેજીટેબલ સાથે થાઈ રેડ કરી, બ્રોકોલી અને મિલેટ સ્ટીક, લેમન સેવૈયા, ઉપમા, મેંદુવડા અને મસાલા ઉત્તપમની પસંદગી કરી શકશે.

મુખ્ય અને હળવા ભોજન માટે નવી પ્રેરણા: તમામ ક્લાસમાં નાસ્તો, બપોરના ભોજન અને રાત્રિભોજન માટેના નવા મેનુમાં ફ્યુઝન ડીશ અને ક્લાસિક જેમ કે મશરૂમ સ્ક્રેમ્બલ્ડ એગ, ટર્મરિક ચિલી ઓમેલેટ, મિક્સ વેજીટેબલ પરાઠા, આચારી પનીર અને મલ્ટીગ્રેઈન બ્રેડમાં એમેન્થલ સેન્ડવીચ, ગ્રીન પ્રોન્સ ઈન ફેનલ ક્રીમ સોસ, મુર્ગ રેઝાલા કોફ્તા,

મુર્ગ ઈલાઈચી કોરમા, ક્લાસિક ચિલી ચિકન, ચિકન ચેટીનાડ કાથી રોલ, બેક્ડ ફિલેટ ઓફ ફિશ વીથ અ હર્બ આલ્મન્ડ એન્ડ ગાર્લિક ક્રસ્ટ, મસાલા દાલ અને બ્રાઉન રાઇસ ખીચડી વીથ સ્પ્રાઉટ, રોસ્ટ ટોમેટો એન્ડ બોક્કોનસિનિ કેપ્રેઝ વીત કાલામાટા ઓલિવ્ઝ એન્ડ પેસ્તો તથા ક્લાસિક ટોમેટો એન્ડ કોરિએન્ડર શોરબા વીથ ક્રિસ્પ નમકપારા અને અન્ય વ્યંજનોનો સમાવેશ થાય છે.

ગળ્યું ખાવાના શોખીનો માટે: એર ઈન્ડિયાના મહેમાનો પણ ડેઝર્ટ ઑફર્સની અવનવી વાનગીઓ જેમ કે મેંગો પેશનફ્રૂટ ડિલાઈટ, ક્વિનોઆ ઓરેન્જ ખીર, એસ્પ્રેસો એલમન્ડ ક્રમ્બલ મૌસ કેક, ખજૂર ટુકડા વીથ કેસર ફિરની, સિંગલ ઓરિજિન ચોકલેટ સ્લાઈસ, ચમ-ચમ સેન્ડવીચ વીથ બ્લ્યૂબેરી સોસ અને સિઝનલ ફ્રૂટ સિલેક્શનનો આનંદ માણી શકશે.

બાર મેનુઃ ઓન બોર્ડ ગ્રાહકો એર ઈન્ડિયાના બાર મેનૂ સાથે સુસંસ્કૃતતા અનુભવી શકશે, જેમાં લૌરેન્ટ-પેરિયર લા કુવે બ્રુટ શેમ્પેઈન, શેટ્યૂ ડે લ’હેસ્ટ્રેન્જ, લા ઓલિવિયર્સ, શેટ્યૂ મિલન અને નોર્ધન ઈટલીના પીડમોન્ટના જાણીતા વાઈનયાર્ડનો સમાવેશ થાય છે. વધુમાં, નવા પીણાંના મેનૂમાં પ્રીમિયમ બ્રાન્ડની વ્હિસ્કી, જિન, વોડકા અને બીયરની રેન્જ છે.

આદર્શ જોડી: ફ્રુટી મિશ્રણના ચમકતા પ્રભાવથી લઈને મસાલાની અનેરી સુગંધ સુધી એર ઈન્ડિયાની વર્જિન મેરી, કેલિફોર્નિયા ઓરેન્જ, એપલ સ્પ્રિટ્ઝર અને જ્યુસ જેવી મોકટેલની પસંદગી ફાઈન ડાઈનિંગના અનુભવને પરિપૂર્ણ કરવા માટે સ્વાદની શ્રેણી પ્રદાન કરશે. જે ગ્રાહકો ગરમ પીણા પસંદ કરે છે, તેમના માટે એક તાજી ઉકાળેલી કોફી (ક્લાસિક કોફી બ્લેન્ડ અને કેપુચીનો) અથવા ચા (આસામ, ગ્રીન, અર્લ ગ્રે અને મસાલા) પણ ઉપલબ્ધ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.