Western Times News

Gujarati News

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોના વાયરસનો કહેરઃ પર૬ એક્ટિવ કેસ

ત્રણ મહિનામાં પાણીજન્ય રોગચાળાના ર૪૦૦ કેસ નોંધાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી કોરોનાના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે પરંતુ તેની સામે ચિંતાજનક બાબત એ છે કે કોરોના સામે રક્ષણ મેળવવા માટે જે રસી આપવામાં આવે છે. The outbreak of Corona virus in the western area of Ahmedabad

તેનો જથ્થો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ નથી. શહેરમાં કોરોનાની સાથે સાથે સ્વાઈનફલૂના કેસ પણ વધી રહયા છે. જયારે પાણીજન્ય રોગચાળાએ પણ માઝા મુકી છે. શહેરમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન પાણીજન્ય રોગચાળાના બે હજાર કરતા વધારે કેસ નોંધાયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના અધિકારીઓ ડો. ભાવિન સોલંકીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં હાલ કોરોનાના ૭૬૬ એક્ટિવ કેસ છે જે પૈકી લગભગ ૪૦ દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ બહાર આવી રહયા છે.

ઝોન દીઠ જાેવામાં આવે તો મધ્યઝોનમાં ૩૩, પશ્ચિમ ઝોનમાં ૧૯૩, ઉ.પ.ઝોનમાં ૧૬પ, દ.પ. ઝોનમાં ૧૬૮, ઉત્તરઝોનમાં ૪૬, પૂર્વ ઝોનમાં ૭ર અને દક્ષિણ ઝોનમાં ૮૯ એક્ટિવ કેસ છે. શહેરમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૩૯૬પ૯૬ કેસ નોંધાયા છેજે પૈકી ૩૯રરપપ દર્દી સાજા થઈ ગયા છે જયારે ૩પ૭પ દર્દીના મૃત્યુ થયા છે.

હાલ ૭૬૬ કેસ એક્ટિવ છે. શહેરમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન કોરોનાના પ૧૪ કેસ કન્ફર્મ થયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ધોરણે ૧પ૦૦થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહયા છે. કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્રયાપ્ત માત્રામાં દવા અને હોસ્પિટલ બેડ ઉપલબ્ધ છે પરંતુ હજી સુધી કો વેક્સિન અને કોવિ સિલ્ડનો જથ્થો મળ્યો ન હોવાથી અમદાવાદમાં વેક્સિનેશન બંધ છે. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન સ્વાઈન ફલૂના પણ પ૦ જેટલા કેસ નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગના કેસ પણ સતત વધી રહયા છે. માર્ચ મહિનામાં ઝાડા ઉલ્ટીના પ૦૪, કમળાના ૧ર૬, ટાઈફોઈડના ૩૬૭, અને કોલેરાના ૦ર કેસ નોંધાયા છે. જયારે જાન્યુઆરીથી ૩૧મી માર્ચ સુધી જાેવામાં આવે તો ઝાડા-ઉલ્ટીના ૧૧૯ર, કમળાના ૩૯૬, ટાઈફોઈડના ૮ર૪ અને

કોલેરાના ૦પ કેસ નોંધાયા છે. આમ ત્રણ મહિનામાં જ પાણીજન્ય રોગચાળાના ર૪૦૦ જેટલા કેસ કન્ફર્મ થયા છે. જયારે છેલ્લા એક મહિનામાં જ પાણીજન્ય રોગના કેસમાં ૪૦ ટકા જેટલો ઉછાળો આવ્યો છે. શહેરમાં ડેન્ગયૂના કેસ પણ નિયમિત રીતે બહાર આવી રહયા છે. માર્ચ મહિનામાં ડેન્ગ્યૂના નવા ૩૪ કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન ડેન્ગ્યૂના કેસની સંખ્યા ૧૦૦ થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.