Western Times News

Gujarati News

સિક્કીમના નાથુલામાં હિમસ્ખલનમાં પ્રવાસીઓ ફસાયા (જૂઓ વિડીયો)

૮૦ પ્રવાસીઓ ફસાયાની આશંકા હિમસ્ખલન બાદ ગંગટોકથી નાથુલાને જાેડતા જવાહરલાલ નહેરુ રોડ પર બચાવ કામગીરી ચાલુ

સિક્કીમ, સિક્કિમના નાથુલાના સરહદી (#SikkimAvalanche) વિસ્તારમાં મંગળવારે ભારે હિમસ્ખલન થયુ હતુ. આ ઘટનામાં ૬ પ્રવાસીઓના મોત થયા છે અને ૧૧ ઘાયલ થયા છે. લગભગ ૮૦ પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. A massive avalanche had hit the Gangtok-Natu La road in Sikkim

અધિકારીઓએ આ માહિતી આપી હતી. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળક સામેલ છે. હિમસ્ખલન બાદ ગંગટોકથી નાથુલાને જાેડતા જવાહરલાલ નહેરુ રોડ પર બચાવ કામગીરી ચાલી રહી છે.

બપોરે ૧૨ વાગ્યાની આસપાસ હિમસ્ખલન થયું હતું. સિક્કિમ પોલીસના ઈન્સ્પેક્ટર જનરલ સોનમ તેનજિંગ ભૂટિયાએ જણાવ્યું કે, મૃતકોમાં ચાર પુરૂષ, એક મહિલા અને એક બાળક સામેલ છે.

તેમાંથી હજુ કોઈની ઓળખ થઈ શકી નથી. બરફમાં ફસાયેલા ૨૨ પર્યટકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. રોડ પરથી બરફ હટાવ્યા બાદ ૩૫૦ ફસાયેલા પર્યટકો અને ૮૦ વાહનોને બચાવવામાં આવ્યા છે.

હાલમાં સિક્કિમ પોલીસ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સિક્કિમ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

બપોરે બનેલા આ બનાવમાં રેસ્ક્યુ ટીમોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. જાેકે, પર્વતમાળા ઉપર ભારે બરફવર્ષાનાં કારણે કામગીરીમાં વિક્ષેપ પડતો હતો. બરફ નીચે દટાયેલાં લોકોને બહાર કાઢવા માટે ભારતીય જવાનોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા હતાં.

આ ઉપરાંત સ્થાનિક પ્રશાસન તંત્ર દ્વારા પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પણ સમગ્ર ઘટનાની વિગતો મંગાવી હતી આ સમગ્ર ઘટનામાં હજુ કેટલા નાગરિકો બરફ નીચે દટાયા છે તે અંગેનો ચોક્કસ આંકડો જાણવા મળ્યો નથી. પરંતુ હજુ પણ ૮૦થી વધુ લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

કેટલાંક લોકો આનાથી પણ વધુ પર્યટકો ફસાયા હોવાનું જણાવી રહ્યાં છે. અને મૃત્યુઆંક વધવાની દહેશત છે. મૃતકોમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. આ ઘટના ગંગટોકથી નાથુ લા પાસને જાેડતા જવાહરલાલ નેહરુ માર્ગ પર બપોરે લગભગ ૧૨ઃ૨૦ વાગ્યે બની હતી.

અકસ્માત વિસ્તારમાં ૧૩મા માઇલસ્ટોન સુધી પહોંચવા માટે પાસ આપવામાં આવે છે. તેની આગળ જવાની પરવાનગી નથી. માહિતી મળી રહી છે કે પ્રવાસીઓ જવાહરલાલ નેહરુ માર્ગ પર ૧૪મા માઈલસ્ટોન સુધી ગયા હતા અને અહીં દુર્ઘટના થઈ હતી. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ૨૨ લોકોને બચાવી લેવાયા છે. જેમાંથી ૬ને ઊંડી ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.