વેકેશનમાં રેલવેની ટિકીટો એજન્ટ પાસે બુક કરાવો તો ચેતી જજો!?
શ્રીજી હોલીડેઝનો સંચાલક રેલવે ટીકીટો રદ કરાવી રૂા.૩.૬૭ લાખ મેળવી ફરાર-ટ્રસ્ટના ૧૦પ સભ્યો સાથે છેતરપિંડી
(એજન્સી)અમદાવાદ, શહેરના આનંદનગર ખાતે શ્રીજી હોલેડે.જ નામની ઓફીસ ધરાવનાર સંચાલકે ટ્રસ્ટના સભ્યોની અમદાવાદ-જગન્નાથપુરી કલકત્તાની રેલવે ટીકીટો બુક કરાવી તે રદ કરાવી કુુલ રૂા.૩,૬૭,૦૦૦ પરત ન આપી ફરાર થઈ ગયો હતો.
આનંદનનગર પીઆઈ દેસાઈના જણાવ્યા અનુસાર શહેરના આનંદનનગર ચાર રસ્તા ખાતેના અગ્રવાલ એપાર્ટમેન્ટમાં રહેતા મનુભાઈ ચંદુલાલ મોદીએ આનંદનનગર પોલીસ મથકમાં વિશ્વાસઘાત-છેતરપીડી બાબતે ફરીયાદ નોધાવી હતી.
તેમાં જણાવ્યા મુુજબ તેઓના ટ્રસ્ટના ૧૦પ સભ્યોની આનંદનગર ૧૦૦ ફુટ રીગ રોડ ઉપર આવેલા ટાઈટેનીયમ કોમ્પલેક્ષ ખાતે શ્રીજી હોલીડેઝના સંચાલક ચેતનભાઈ શાહ વાંકા એઅમનુભાઈને વિશ્વાસમાં લઈ અમદાવાદ જગન્નાથપુરીથી કલકતા અને તેવી જ રીતે હાવડાથી અમદાવાદની રેલવે ટીકીટો બુક કરાવી હતી.
ગત તા.ર૯-૯–ર૦રર થી આજદીન સુધીમાં તેઓએ મનુભાઈની જાણ બહાર ટીકીટો રદ કરાવી તેના કુલ રૂા.૩,૬૭,૦૦૦ રીર્ટન મેળવી લઈ નાણાં પરત ન આપી ફરાર થઈ ગયો હતો.