સુપ્રિમ કોર્ટના જસ્ટીસોનું અવલોકનઃ રાજકારણીઓ રાજકારણમાં ‘ધર્મ’ જાેડે છે ત્યાંથી સમસ્યા સર્જાય છે
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ કે. એમ. જાેસેફ અને જસ્ટીસ બી. વી. નાગરત્નાનું ગંભીર અવલોકન રાજકારણીઓ રાજકારણમાં ‘ધર્મ’ જાેડે છે ત્યાંથી સમસ્યા સર્જાય છે !! આ દુષચક્રને અટકાવવા સુપ્રિમ કોર્ટ અંકુશ લાદશે ?!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે !! જયારે ડાબી બાજુની તસ્વીર ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂ તથા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની છે !! જયારે જમણી બાજુની તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી કે. એમ. જાેસેફની છે અને બીજી તસ્વીર જસ્ટીસ શ્રી બી. વી. નાગરત્નાની છે !! Supreme Court justices observe problem arises where politicians bring ‘religion’ into politics
અત્રે એ નોંધનીય છે કે, ભારતની સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી દેસાઈએ કહ્યું હતું કે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે ! ધર્મનિરપેક્ષ રાજય એક વ્ય ક્તને તેના ધર્મથી અસબંધિત રહીને એક નાગરિક તરીકે ગણે છે ને કોઈ અમુક ‘ધર્મ’ સાથે જાેડાયેલું હોતું નથી તે ધર્મને પ્રોત્સાહન આપતું નથી કે તેમાં દખલ કરતું નથી ! એવું રાજય !! હવે દેશમાં તો ‘રાજધર્મ’ ભુલાયો છે !!
‘સાંપ્રદાયિક રાજનિતી દ્વારા સત્તા તરફ પ્રયાણ’ ની રાજનિતી દેશમાં નફરત ફેલાવી રહી છે. આથી સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી કે. એમ. જાેસેફે સૂનાવણી હાથ કરી છે અને સુપ્રિમ કોર્ટે અત્યંત ગંભીર બની ગઈ છે !!
મહારાષ્ટ્ર સરકાર ભડકાઉ ભાષણો કરનારા સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જતાં અને કેટલાક તત્વો આયોજનબધ્ધ રીતે ટીવી ચેનલો પર અન્યોને અપમાનીત કરતા ભાષણો થાય છે જેના પર કોઈ નિયંત્રણ જ નથી એની નોંધ લેતા જસ્ટીસ શ્રી કે. એમ. જાેસેફ અને જસ્ટીસ શ્રી બી. વી. નાગરત્નાએ ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીના શાલીનતાભર્યા ભાષણોને યાદ કર્યા હતાં.
રાજકારણ સાથે ધર્મ જાેડાય છે ત્યારે મોટી સર્જાતી સમસ્યાની સુપ્રિમ કોર્ટે ગંભીર નોંધ લેતા કદાચ કેટલાક સત્તા લાલચુ નિર્માલ્ય નેતાઓ પણ અંકુશ આવશે એવી આશા બુધ્ધિજીવી પ્રતિભાશાળી લોકોમાં ઉભી થઈ છે નેતાઓને દેશની પડી નથી, માનવતાની પડી નથી, ફકત ને ફકત “સત્તા” ની પડી છે !! શું કેટલાક સંતોએ પણ આધ્યા ત્મક આત્મા ગુમાવીને રાજકીય કે સરકારી સંતો કોઈ અગમ્ય કારણોસર બની જતા દેશમાં ધર્મમાં રાજકારણ ઘુસ્યું છે ?!
આ રાજકારણમાં ઘર ઘુસ્યો છે હવે જાેઈએ કે દેશની આઝાદી માટે પ્રમાણિકપણે ચિંતા કરતા સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી કે. એમ. જાેસેફ અને જસ્ટીસ શ્રી બી. વી. નાગરત્ના આગમી સૂનાવણી બાદ શું હુકમ કરે છે ????!
( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂ અને અટલ બિહારી વાજપેયીને સુપ્રિમ કોર્ટે યાદ કરવા પડયા એ દેશમાં કેવી સ્થતિ છે ?!
મુનવ્વર રાના નામના શાયરે કહ્યું છે કે, ‘જીસકો બહુત અઝીઝથી દરિયા કી દોસ્તી ઉસી કે હી ઘરો કો રૌંદ કે મૌજે ચલી ગઈ’!! જયારે મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, ‘કાયદાનું પાલન કરનાર વ્યક્ત એ છે, જે તમામ સારા કાયદાઓ તથા બધાં ન્યાયી કાનૂનો પાળે છે’!!
ભૂતકાળમાં ઉત્તરાખંડમાં ‘ધર્મ સંસદ’માં ‘હોટસ્પીચ’ રોકવા ભારતની સુપ્રિમ કોર્ટે દિશા નિર્દેશ આપ્યો હતો અને ‘ધર્મ’ ને નામે ‘નફરત’ ફેલાવાની પ્રવૃત્તિ થશે તો તેને માટે મુખ્ય સચિવ જવાબદાર રહેશે એવું કહેવા છતાં પણ રાજકારણ અને ધર્મને ભેગા કરી અભૂતપૂર્વ ખેલ રચાઈ રહ્યો છે ત્યારે ભારતની સુપ્રિમ કોર્ટ શું કહે છે ?!
“સંસદે ડીઝીટલ અને સોશિયલ મિડીયા પર લગામ મુકવા કાયદો બનાવવો જાેઈએ”!! – જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા !!
દેશમાં ‘ધર્મ’ ની આડ હેઠળ, ‘ધર્મ સંસદ’ માં ‘હોટસ્પીચ’ હેઠળ ભારતના વિવિધ રાજયોમાં સમાજમાં નફરતનું રાજકારણ ફેલાય તે માટેકેટલાક કથિત સ્થાપિત હિતો સક્રીય છે !!
આ માટે કેટલાક કથિત રાજકીય સ્થાપિત હિતો ડીઝીટલ અને સોશિયલ મિડીયા ઉપર પાબંદી મુકવી જાેઈએ તેવી વારંવાર માંગ ઉઠી છે !! અહીંયા ‘કોની જીભ લપસતી નથી’ !! પરંતુ ઈરાદાપૂર્વક આવું બોલાય છે જેનો હેતુ શા બ્દક ઉગ્રતા દ્વારા ‘મતોના રાજકારણ’ ટકી રહે તે મૂળ હેતુ હોવાનું જણાય છે !!
ત્યારે જેમના શિરે ‘ન્યાયધર્મ’ અદા કરવાની ભારે જવાબદારી છે એવા ન્યાયાધીશો ભારતની મહામુલી આઝાદી વેરવિખેર ન થઈ જાય તે માટે કર્તવ્ય નિભાવે છે !! સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી જે. બી. પરડીવાલાએ કયારનું કહ્યું છે કે, ‘હવે સંસદે ડીઝીટલ અને સોશિયલ મિડીયા પર લગામ મુકવા ‘કાયદો લાવે’ !!
ભારતમાં અદાલતના નિર્ણયને પણ કોર્ટમાં પડકારી શકાય છે !! આ સંજાેગોમાં જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા કાયદાનું સાશન જાળવવા પર ભાર મુકયો છે અને આ માટે નાગરિકોના હકકો અને અધિકારોના રક્ષણ માટે ન્યાય તંત્રની સ્વતંત્રતા ખૂબ જ જરૂરી હોવા પર ભાર મુકી દેશનો સૌથી મહાન અને પવિત્ર ગ્રંથ દેશનું બંધારણ હોવાનો પણ દિશા નિર્દેશ કર્યાે છે, ત્યારે ધર્મની સીડી પર ચઢીને ખેલાતા રાજકારણને હવે કોણ અટકાવશે ?!
જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલાએ કહ્યું છે કે, ‘સમાજને વધુ સર્વ સમાવેશી, નિષ્પક્ષ અને ન્યાયી બનાવવામાં ગુજરાતની દરેક વ્ય ક્ત પોતાનો સહયોગ આપે’!!
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એ. એમ. ખાનવીલકરે કહ્યું હતું કે, ‘ધર્મસંસદમાં હોટસ્પીચ નહીં રોકવામાં આવે તો મુખ્ય સચિવ જવાબદાર રહેશે ?!’
સામાન્ય રીતે હાઈકોર્ટ હોય કે સુપ્રિમ કોર્ટ હોય પોતાની સત્તાનો બંધારણીય રીતે વિવેકપૂર્વક ઉપયોગ કરાય છે !! અને પ્રથમ સુપ્રિમ કોર્ટ દિશા નિર્દેશ આપે છે ત્યારે સ્પષ્ટ હુકમ કરતી નથી !! પરંતુ રાજકીય દબાણો હેઠળ સરકારમાં ફરજ બજાવતા વિવિધ અધિકારીઓ તેને ઘોળીને પી જાય છે ત્યારે ન્યાયાધીશો એક વધુ ચેતવણી આપતો હુકમ પસાર કરે છે !!
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી એ. એમ. ખાનવીલકરની ખંડપીઠે ઉત્તરાખંડના રૂરકીમાં થનારી ધર્મ સંસદમાં હોટસ્પીચ અટકાવવા કહ્યું હતું કે, જાે આવું નહીં થાય તો તેના માટે મુખ્ય સચિવ જવાબદાર રહેશે. આ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ૧૦૦ થી વધુ વિખ્યાત અને જાણીતા અગ્રણીઓએ પત્ર લખી રજૂઆત કરી હતી !! ત્યારે સુપ્રિમ કોર્ટે કડક કાર્યવાહીનો દિશા નિર્દેશ આપ્યો હતો !! છતાં આવી પ્રવૃત્તિ ચોકકસ તત્વોના એજન્ડા હેઠળ ચાલી રહી છે.