Western Times News

Gujarati News

દેવું ઘટાડ્યા પછી અદાણી ફરી લોન લેવાની તૈયારીમાં

નવી દિલ્હી, હિન્ડનબર્ગના રિપોર્ટના પગલે ભારે ફટકો સહન કર્યા પછી અદાણી જૂથ ધીમે ધીમે આગળની યોજનાઓ પર કામ કરી રહ્યું છે. અદાણીએ ફરીથી લોન લેવાની યોજના બનાવી છે અને આ માટે છ બેન્કો સાથે વાતચીત પણ શરૂ થઈ ગઈ છે.

હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં અદાણીના જંગી દેવા સામે સવાલ ઉઠાવાયા પછી અદાણીની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર ઘટ્યા હતા અને લગભગ ૬૦ ટકા મૂડીનું ધોવાણ થયું હતું. હવે અદાણી જૂથ જાેઈન્ટ વેન્ચર તરીકે લોન લેવાની તૈયારીમાં છે. થોડા સમય અગાઉ અદાણીએ રોકાણકારોનો ભરોસો જીતવા માટે મોટા પાયે લોનનું રિપેમેન્ટ શરૂ કરી દીધું હતું.

માર્ચ મહિનામાં અમેરિકન જૂથ GQG પાર્ટનર્સ દ્વારા અદાણીની જુદી જુદી કંપનીઓમાં શેર ખરીદવામાં આવ્યા હતા. હવે આ જૂથનું જાેઈન્ટ વેન્ચર ડોલર લોન લેવા માંગે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે ૬ બેન્કો પાસેથી અદાણી જૂથ દ્વારા ૨૨૦ મિલિયન ડોલર એટલે કે ૨૨ કરોડ ડોલરની લોન લેવામાં આવી શકે છે. આ લોન પાંચ વર્ષના સમયગાળા માટે હશે. આગામી અમુક સપ્તાહની અંદર જ અદાણી જૂથ અને બેંકો વચ્ચે આ લોન માટે એગ્રીમેન્ટ થઈ જવાની શક્યતા છે.

અદાણી ગ્રૂપની કંપનીઓ AdaniConnexટ અને અમેરિકન કંપની EdgeConnex જાેઈન્ટ વેન્ચરમાં લોન લેવા માટે પ્રયાસ કરે છે. આ મામલે અદાણી તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજુ સુધી નથી આવ્યું. ૨૪ જાન્યુઆરીએ હિન્ડનબર્ગે પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.

ત્યાર બાદ કંપનીએ પોતાનો એફપીઓ રદ કરવો પડ્યો હતો. અદાણી જૂથ માટે આ બહુ આંચકાજનક ઘટના હતી અને તેના કારણે તેની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું છે.

અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસએ જાન્યુઆરીમાં એફપીઓ દ્વારા ૧૦ અબજ રૂપિયા કરવાની હતી પરંતુ વિવાદના કારણે ઈશ્યૂ રદ કરવો પડ્યો હતો. બ્લૂમબર્ગના ડેટા પ્રમાણે અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્‌સ અને અદાણી એન્ટરપ્રાઈઝિસ દ્વારા કોઈ અમેરિકન ડોલર બોન્ડ કે લોન લેવામાં આવી નથી. અદાણી જૂથ તાજેતરમાં વારંવાર વિવાદમાં આવતું રહે છે.

સૌથી પહેલા તેના દેવા અંગે વિવાદ થયો હતો. ત્યાર પછી અદાણીએ વાસ્તવમાં કેટલી લોન ચુકવી છે અને કેટલી લોન ચુકવવાની બાકી છે તેનો વિવાદ થયો હતો. અદાણીના ગીરવે મુકાયેલા તમામ શેર શા માટે રિલિઝ કરવામાં આવ્યા નથી તે વિશે પણ અટકળો કરવામાં આવી છે. આ ઉપરાતં સેબીની એક સમિતિ પણ શેરની મુવમેન્ટ વિશે તપાસ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.