ભરૂચમાં પ્રાથિમક શિક્ષક સંઘ દ્વારા વિવિધ મુદ્દે ધરણાં
ભરૂચ: જૂની પેન્શન યોજના ફરી શરુ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નો ના મુદ્દે ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. ભરૂચ ના શક્તિનાથ ખાતે ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના છઠ્ઠા પગાર પંચ ની વિસંગતતા સહીત ના વિવિધ પડતર પ્રશ્નો ના મુદ્દે ધરણા યોજી તેઓ ની માંગણી ની પૂર્તિ કરવાની માંગણી બુલંદ બનાવી આગામી દિવસો માં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આંદોલન ની ચીમકી ઉચ્ચારવામા આવી હતી. ધરણા પ્રદર્શન માં ભરૂચ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના હોદ્દેદારો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.