ચાલતી ટ્રેનમાં ૩ લોકોને જીવતા સળગાવનાર આરોપી ઝડપાયો
કોઝિકોડ, કેરળના કોઝિકોડમાં ચાલતી ટ્રેનમાં પેટ્રોલ છાંટીને ૩ મુસાફરોને કથિત રીતે સળગાવીને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપ શાહરુખ સૈફીની ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ અને મહારાષ્ટ્ર એટીએસની સંયુક્ત ટીમે આરોપીની રત્નાગીરી રેલવે સ્ટેશનથી ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ હવે મહારાષ્ટ્ર પોલીસ સૈફીને કેરળ પોલીસને સોંપવા જઈ રહી છે.
નોંધનીય છે કે શાહરુખ સૈફી પર લપ્પુઝા-કન્નુર મેન એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનમાં રાતે ૧૦ વાગ્યાની આસપાસ સૂતેલા મુસાફરો પર પેટ્રોલ છાંટીને આગ ચાંપવાનો આરોપ છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને આઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા ત્રણ લોકોમાં એક બે વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આરોપી શાહરૂખ સૈફીની ધરપકડ કરવા બદલ મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ અને એનઆઈએની પ્રશંસા કરી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ કે ‘આ જઘન્ય અપરાધ કરનાર વ્યક્તિ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં પકડાયો છે, આ માટે હું મહારાષ્ટ્ર સરકાર, મહારાષ્ટ્ર પોલીસ અને એનઆઈએનો આભાર માનુ છુ કે તેમણે ખૂબ જ ઝડપથી કામ કરીને આરોપીને પકડ્યો છે.HS1MS