Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદ દ્વારા 92 કોન્ટ્રાક્ટ સફાઈ રેલ્વે કર્મચારીઓને રાશન કીટનું વિતરણ

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદ (WRWWO) માત્ર રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને જ નહીં પરંતુ સમાજના નબળા વર્ગોને પણ શક્ય તમામ મદદ પૂરી પાડવામાં હંમેશા આગળ રહ્યા  છે.

આ ક્રમમાં05 એપ્રિલ 2023 ના રોજપશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંસ્થાઅમદાવાદના પ્રમુખશ્રીમતી ગીતિકા જૈને અમદાવાદ રેલવે  સ્ટેશન અને મંડળ રેલ પ્રબંધક કાર્યાલયના 92 કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કર્યું.

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાઅમદાવાદના  પ્રમુખ શ્રીમતી ગીતિકા જૈને માનવતાવાદી અભિગમ અપનાવીને રેલવેના સફાઈ કામદારોને સહાય આપવાનું નક્કી કર્યું. મહિલા સફાઈ કર્મચારીઓ  જેઓ હાલમાં પૂરતું કમાણી કરવામાં અસમર્થ છે તેમના પ્રત્યે હૃદયપૂર્વકની સહાનુભૂતિ વ્યક્ત કરી.,

તેમણે કહ્યું કે તેઓ સફાઈ કર્મચારીઓને મળીને ખૂબ જ ખુશ છે અને આ સંસ્થાનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરેખાસ કરીને જેઓ અમદાવાદ મંડળ  રેલવે પરિવારનો ભાગ છે. તેમને મદદ પૂરી પાડવી જોઈએ. આ કર્મચારીઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેમની મહેનત અને સમર્પણથી તેઓ રેલવે સ્ટેશનટ્રેનોરેલવે પરિસરરેલવે કોલોની વગેરેની તમામ સ્થળોની સ્વચ્છતાની ખાતરી કરે છે.

આ પ્રસંગે 92 કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુંજેમાં 5 કિલો લોટ2 કિલો ચોખા1 કિલો દાળ1 કિલો ખાંડ250 ગ્રામ ચા પત્તી  અને 1 લિટર સરસવનું તેલ સામેલ હતું.

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદ દ્વારા સેવાના આ કાર્યથી તમામ સફાઈ કર્મચારીઓ અભિભૂત થયા હતા અને સંસ્થાની ઉદારતા પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા અમદાવાદના પ્રમુખ સહિત સંસ્થાના સભ્યોકોન્ટ્રાક્ટર સફાઈ કર્મચારીઓ અને કલ્યાણ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.