ધવને એક પગ પર રહી મારી સ્વિચ હિટ
નવી દિલ્હી, પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ સામે ૧૯૮ રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને ચેઝ કરવામાં સંજુ સેમસનની ટીમ માત્ર ૫ રનથી ચૂકી ગઈ અને ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૧૯૨ રન કરી શકી હતી.
આ મેચમાં શિખર ધવનના સ્વિચ હિટની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પંજાબની જીતમાં એ ૬ રને પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ચલો આપણે આ શોટ પર નજર કરીએ.
ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ અનુભવી ઓપનર શિખર ધવને આઈપીએલ ૨૦૨૩ની પોતાની બીજી મેચમાં તોફાની બેટિંગ કરી હતી. ગબ્બરે સાબિત કર્યું કે તે હજુ પણ કેટલો શાનદાર બેટર છે અને તે T20 ફોર્મેટ માટે હજુ પણ ફિટ છે. ૫ એપ્રિલના દિવસે, રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં હાઈ-સ્કોરિંગ મેચ રમાઈ હતી. જેમાં PBKS ૫ રનથી જીત મેળવી હતી.
આ મેચમાં પંજાબના કેપ્ટન શિખર ધવનની આક્રમક બેટિંગ રહી હતી. તેણે રાજસ્થાનના બોલરોની રોયલગીરીને વળતો જવાબ આપી દીધો હતો. આ દરમિયાન ધવને એક સ્વીચ હિટ પણ ફટકારી જેણે બધાને ચોંકાવી દીધા હતા. પંજાબ કિંગ્સની ઇનિંગ્સની ૧૮મી ઓવર રાજસ્થાન રોયલ્સ તરફથી જેસન હોલ્ડર ફેંકી રહ્યો હતો.
પોતાની ઓવરના પાંચમા બોલ પર ધવને એક જાેરદાર સિક્સર મારવા માટે સ્વિચ હિટ શોટ રમ્યો હતો. ગબ્બરનો શોટ એટલો અલગ હતો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તે અન્ય બેટ્સમેનોની જેમ સ્વિચ હિટ કરતો ન હતો. ધવને આ શોટ એક પગ પર ઉભા રહીને રમ્યો હતો. તેના સિક્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં ગબ્બરે અણનમ ૮૬ રન બનાવ્યા હતા. આ દરમિયાન ફેન્સને ફરી એકવાર જૂના શિખર ધવનની યાદ આવી ગઈ હતી. આ ધવન તેની તોફાની બેટિંગ માટે જાણીતો હતો. ગબ્બરને શરૂઆતમાં સેટ થવામાં થોડો સમય લાગ્યો હતો. પરંતુ એકવાર તે સેટ થઈ ગયો, પછી તેણે રાજસ્થાન રોયલ્સના બોલરોને હંફાવી દીધા હતા.
ધવને ૫૬ બોલનો સામનો કર્યો અને ૧૫૩.૫૭ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતી વખતે અણનમ ૮૬ રન બનાવ્યા હતા. જેમાં તેણે ૯ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. જાે પંજાબને આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવું હોય તો શિખર ધવનનું આવી રીતે લયમાં હોવું અત્યંત આવશ્યક છે.SS1MS