યોગ અનુશાસન અને સમર્પણ છે : પ્રધાનમંત્રી મોદી
રાંચી ખાતે યોગના કાર્યક્રમ પૂર્વે મોદીએ કરેલું સંબોધન : ગુજરાતના મુખ્યમંત્રી,
|
રાંચી : તા.ર૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુચનને વિશ્વભરના દેશોએ અપનાવીને આજે યોગ દિવસની ઉજવણી કરી છે સવારથી જ અમેરિકા, બ્રિટન, જાપાન સહિતના દેશોમાં મોટી સંખ્યામાં લોકો યોગમાં જાડાયા હતાં જયારે ભારત દેશમાં પણ ઠેરઠેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે રાંચી પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહીંના મેદાનમાં યોજાયેલા યોગના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકો સાથે જાડાઈ યોગ કર્યાં હતા વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે યોગ એ અનુસાશન અને સમર્પણ છે જેથી યોગ કરવાથી તમામ દર્દો દુર થઈ જાય છે.
યોગ એ તમામ વાડાઓથી ઉપર છે તેથી જીવનમાં યોગનું મહત્વ ખૂબ જ છે પ્રાચીન સમયથી ચાલ્યા આવતા યોગને ફરી એક વખત લોકોએ અપનાવ્યો છે જે ખૂબ જ સારી વાત છે આજે કરોડો લોકો યોગ કરી રહયા છે તે તમામને ખૂબ જ અભિનંદન પાઠવુ છું. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ કર્યા હતા અને તેમની સાથે મોટી સંખ્યામાં નાગરિકો જાડાયા હતા.
આજે યોગદિન, સમગ્ર રાષ્ટ્રમાં ભારે ઉત્સાહપૂર્વક લોકો યોગ કરતા નજરે પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ યોગ-સાધના કરી, યોગદિન મનાવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. દેશભરમાં યુવા- યુવતિઓએ ઉત્સાહભેર ‘યોગ દિન’માં ભાગ લઈ રોજ યોગ કરવાના સંકલ્પ લીધા છે. નાગપુરની જ્યોતિ અગાત્રે, જે વિશ્વની સૌથી ઓછી ઉંચાઈ ધરાવે ે છે તેણે પણ નાગપુરમાં યોગ કરી એક નવો ઈતિહાસ સ્થાપ્યો છે.
ભારતના વીર જવાનોએ પણ માયનસ તાપમાનમાં પણ બરફની ચાદર ઉપર યોગ કરી યોગદિનની ઉજવણી કરી હતી. બીએસએફના જવાનોએ બ્રહ્મપુત્રા નદીમાં યોગ કર્યા હતા. જુવાનોના પરિવારોજનોએ પણ યોગ કરી યોગદિનની ઉજવણી કરી હતી.
ગુજરાત પણ આજે યોગમય બની ગયુ હતુ. રાજ્યની તમામ સરકારી શાળાઓમાં યોગદિનની ઉજવણી, આયોજન કરાયુ હતુ. વડોદરા, સુરત, રાજકોટ વગેરેએ શહેરોમાં હજારોની સંખ્યામાં યુવક-યુવતીઓએ ભારે ઉત્સાહથી યોગ કરી સમગ્ર ગુજરાતને યોગમય બનાવ્યુ હતુ.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, તથા મેયર બિજલ પટેલે પણ યોગ કરી યોગદિનની ઉજવણીમાં યોગ અંગેનો સંદેશો પ્રસારીત કર્યો છે. મુખ્યમંંત્રી રૂપાણીએ આજે યોગ વિશ્વ દિન પ્રસંગે યોગ બોર્ડની જાહેરાત કરી હતી તેમાં યોગ સ્થળોએ પણ સામેલ કરવામાંઅ ાવશે. તેમણે જણાવ્યુ હતુ કે શારીરિક, માનસિક રોડ માટે યોગ જરૂરી છે. યોગનુ પાલન જીવનભર કરવાનું હોય છે.
આજે ચારેતરફ યોગનો પ્રભાવ પડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ યોગને મહત્વ આવી રહ્યુ છે. શાંતિ, સમૃદ્ધિ તથા સદ્ભાવના માટે યોગ જરૂરી છે. સુરતમાં યુવતિઓએ ગરબા યોગ કર્યો તો યુવાનોએ પાણીમાં યોગ કરી નવો ઈતિહાસ સર્જ્યો હતો. રાજકોટમાં ૬ થી ૭ લાખ લોકો યોગમાં જાડાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સાંજે યોગદિનની ઉજવણી માટે ખાસ આયોજન કરવા ૧પ૦ જેટલા ઐતિહાસિક સ્થળોએ પાંચમાં રાષ્ટ્રીય યોગદિનની ઉજવણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજના પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિને લોકોને શુભેચ્છા પાઠવી છે.