પ્રિયંકા ચોપરા સાથે દરેક મીટિંગમાં જતા હતા મધુ ચોપરા

મુંબઈ, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ પોતાની દીકરી માલતી મેરી ચોપરા જાેનસ, પતિ નિક જાેનસ અને મમ્મી મધુ ચોપરા સાથે મુંબઈમાં છે. પ્રિયંકા હાલ તેની હોલિવુડ વેબ સીરીઝ ‘સિટાડેલ’ના પ્રમોશન માટે ભારત આવેલી છે. પ્રિયંકાના નામનો ડંકો આજે હોલિવુડ સુધી વાગે છે.
પરંતુ શરૂઆતના વર્ષો તેના માટે પણ મુશ્કેલ રહ્યા હતા. પ્રિયંકાની મમ્મી મધુ ચોપરાએ હાલમાં જ પ્રિયંકાના કરિયર અને શરૂઆતના વર્ષો અંગે વાત કરી હતી. પ્રિયંકા ચોપરા ૨૦૦૦ની સાલમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીતી હતી. જે બાદ તેણે તમિલ ફિલ્મ Thamizhan (૨૦૦૨)થી ફિલ્મોની દુનિયામાં પગ મૂક્યો હતો. જે બાદ તેને ૨૦૦૩માં પહેલી બોલિવુડ ફિલ્મ ‘ધ હીરોઃ લવસ્ટોરી ઓફ અ સ્પાય’ મળી હતી.
મધુ ચોપરાનું કહેવું છે કે એ સમયે તેમના અને પ્રિયંકા બંને માટે આ દુનિયા નવી હતી. તેઓ પ્રિયંકા સાથે મીટિંગો અને ફિલ્મ નરેશન માટે જતા હતા. કરિયરના શરૂઆતના વર્ષોમાં પ્રિયંકાએ કેટલીય ફિલ્મો ગુમાવી હતી અને તેનું કારણ મધુ ચોપરાએ જણાવ્યું છે. પ્રિયંકા અને હું બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બ્યૂટી ઈન્ડસ્ટ્રીમાં નવા હતા. એટલે એક અંધ બીજા અંધને દોરી જાય તેવી સ્થિતિ હતી.
મેં કાયદાનો અભ્યાસ કર્યો હતો અને ફાઈનાન્સ જાણતી હતી. એટલે પ્રિયંકા પાસે સારા વકીલો હોવા છતાં હું તેની કાયદાકીય બાબતો પર નજર રાખતી હતી. ઉપરાંત મારી પાસે ફાઈનાન્સનું નોલેજ હોવાથી હું તેની આવક પણ સંભાળતી હતી.
નરેશન હોય કે મીટિંગ્સ હું હંમેશા તેની સાથે જતી હતી”, તેમ મધુ ચોપરાએ જણાવ્યું. મધુ ચોપરાએ વાત આગળ વધારતાં કહ્યું, “એકવાર અમે નક્કી કર્યું કે તેણી કોઈ મીટિંગ્સમાં નહીં જાય અને સાંજે ૭.-૭.૩૦ પછી કોઈની સાથે બહાર હરશે-ફરશે નહીં. તેણીએ આ ર્નિણયને વળગી રહી. તેણે પોતાની માટે સીમઓ બાંધી દીધી કે તે શું કરશે અને શું નહીં કરે.
અમુક સીન યોગ્ય ના લાગતાં તેણે કરવાનો ઈનકાર કર્યો હતો અને જેના લીધે તેને કેટલીય ફિલ્મો ગુમાવવાનો વારો આવ્યો હતો. મધુ ચોપરાએ કહ્યું કે, તેમણે પ્રિયંકાને હંમેશા કહ્યું હતું કે, તેણી કરિયરનો બીજાે વિકલ્પ પસંદ કરી શકે છે.
બોલિવુડ તેના માટે કરો યા મરો જેવી સ્થિતિ નથી. પ્રિયંકાને અભ્યાસ ફરી શરૂ કરવાની કે બીજાે કોઈ કરિયરનો વિકલ્પ પસંદ કરવાની છૂટ હતી. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ૩૧ માર્ચે પરિવાર સાથે ભારત આવી હતી. તેણે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં પતિ નિક સાથે ભાગ લીધો હતો.SS1MS