પાઉચનો ઉપયોગ કરી પાંચ ગણા વધારે ભાવથી વેચે છે પાકેલી કેરીઓ
સુરત, ઉનાળો શરૂ થતાં જ લોકો કેરીની રાહ જાેવા લાગે છે. મીઠી મધુર કેરી ન માત્ર જીભને પરંતુ મનને પણ એક અલગ જ પ્રકારનો સંતાષ આપે છે. તેથી, તો જ કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે.
શહેરના દરેક ફ્રૂટ સ્ટોલ અને લારીઓ પર ધીમે-ધીમે કેરીઓ દેખાવા લાગી છે, પરંતુ જાે તમે અધીરા થઈને તેને ખરીદીને ખાવાનું શરૂ કરી દીધું હોય તો સો વખત વિચારજાે. કારણ કે, આ કેરી તમારા સ્વાસ્થ્ય માટે જાેખમી હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ડેની પૂર્વ સંધ્યાએ ઉનાળાની સીઝન દરમિયાન સૌથી વધારે ડિમાન્ડમાં રહેતા આ ફળનો ૧.૫ ટનના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
કારણ કે, વિક્રેતાઓ દ્વારા વધારે કમાણી કરવા માટે કૃત્રિમ રીતે પકવવાની પદ્ધતિનો ઉપયોગ કરીને તેને બિનઆરોગ્યપ્રદ બનાવવામાં આવી હતી.
કેરી માર્કેટમાં આવતાં મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે અને ગુરુવારે ઘણા બધા સ્થળ પર દરોડા પાડ્યા હતા તેમજ કેરીને પકવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી જપ્ત કરી હતી.
માગનો લાભ ઉઠાવવા માટે, કેરીના વેપારીઓ કાચા ફળમાં વેરાયટીમાં મોટાભાગે આલ્ફાન્સો અથવા કેસર ૨૦ કિલો પ્રતિ ૨ હજાર રૂપિયાના ભાવે ખરીદે છે. બાદમાં તેને ૧.૫ રૂપિયાની કિંમતના કાર્બાઈડના પાઉચ સાથે એક ડઝન ધરાવતા બોક્સમાં પેક કરવામાં આવે છે અને આશરે બેથી ત્રણ દિવસ બાદ તે બોક્સને એક હજાર રૂપિયાના ભાવે વેચવામાં આવે છે.
‘વેપારીઓ કેરી સડી જાય તે પહેલા જલ્દીથી પકવવા માટે કાર્બાઈડનો ઉપયોગ કરે છે. શરૂઆતમાં આવેલા ફળ સામાન્ય રીતે કુદરતી રીતે પાકે તે પહેલા સડી જાય છે અને તેથી વેપારીઓ કૃત્રિમ રીતે તેને પકવવા લાગે છે’, તેમ એક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
કાર્બાઈડના સો નાના પાઉચ ૧૫૦ રૂપિયામાં મળે છે અને તેમાથી એક ૧૨ કેરી ધરાવતા બોક્સને પકવવા માટે પૂરતું છે. ૧.૫ રૂપિયાનું પાઉચ વાપરતાની સાથે જ કેરીના બોક્સની કિંમત લગભગ પાંચ ગણી વધી જાય છે’, તેમ કેરીના એક વેપારીએ વાતચીત કરતાં જણાવ્યું હતું.
ઉનાળાની શરૂઆતમાં કેરીની માગ ખૂબ જ વધારે છે અને સારી ગુણવત્તા ધરાવતી ૧ ડઝન કેરી માટે લોકો પ્રીમિયમ ભાવ ચૂકવવા માટે પણ તૈયાર હોય છે. આ જ સ્થિતિનો લાભ ઉઠાવતાં, વેપારીઓ કૃત્રિમ પાક દ્વારા સૌથી વધુ નફો કમાય છે, જે ગ્રાહકોના જીવન પર જાેખમી અસર કરે છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કૃત્રિમ રીતે પાકેલા ફળ કેન્સર અને અન્ય રોગનું કારણ બની શકે છે તેમજ તે સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે. દક્ષિણ ગુજરાતમાં કેરીના વેપારીઓ મોટાભાગે અક્ષય તૃતીયા બાદ કેરીનો વેપાર શરૂ કરે છે અને મે મહિનાના પહેલા અઠવાડિયે સારી ગુણવત્તા ધરાવતી કેરીનો પુરવઠો મળવા લાગે છે.SS1MS