દેશના અનેક શહેરોમાં સસ્તા થયા પેટ્રોલ-ડીઝલ
નવી દિલ્હી, ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સરકારી તેલ કંપનીઓ દરરોજ સવારે ૬ વાગ્યે જાહેર કરે છે. આ કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. Petrol Diesel Prices in India ક્રૂડ ઓઈલની વાત કરીએ તો કેટલાક સમયથી ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે જે આજે પણ અકબંધ છે. WTI ક્રૂડ ઓઈલ ૦.૧૧ ટકાના વધારા સાથે ૮૦.૭૦ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.
જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ૦.૧૫ ટકાના વધારા સાથે ૮૫.૧૨ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ વધારા પછી પણ આજે ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કાં તો સ્થિર છે અથવા તો ઘટી ગયા છે.
દિલ્હીને અડીને આવેલા નોઈડામાં પેટ્રોલ ૧૭ પૈસા સસ્તું અને ડીઝલ ૧૭ પૈસા સસ્તું ૯૬.૫૯ રૂપિયા અને ૮૯.૭૬ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. લખનઉમાં પેટ્રોલ ૪ પૈસા અને ડીઝલ ૪ પૈસા મોંઘુ થયું છે અને ભાવ ૯૬.૬૧ રૂપિયા અને ૮૯.૮૦ રૂપિયા પ્રતિ લીટરપર પહોંચ્યો છે. જયપુરમાં પેટ્રોલ ૧૧ પૈસા અને ડીઝલ ૯ પૈસા મોંઘુ થયું છે અને તે ૧૦૮.૬૭ રૂપિયા અને ૯૩.૮૯ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
પટનામાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રહી છે. પેટ્રોલ ૧૦૭.૪૮ રૂપિયા અને ૯૪.૨૬ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ગુરુગ્રામમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર છે અને તે ૯૭.૦૪ રૂપિયા અને ૮૯.૯૧ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહી છે.
તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ ચેક કરવા માટે તમારે માત્ર જીસ્જીની મદદ લેવી પડશે. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો, તેમના શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માટે, ચેક RSP ન્કડીલર કોડ| લખો અને તેને ૯૨૨૪૯૯૨૨૪૯ પર મોકલો. HPCL ગ્રાહકો ૯૨૨૨૨૦૧૧૨૨ પર HPPRICE ન્કડીલર કોડ| SMS મોકલે છે.
બીજી તરફ, BPCL ગ્રાહકોએ ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર RSP ડીલર કોડ| મોકલવો જાેઈએ. આ પછી, થોડીવારમાં તમને નવીનતમ દરોનો સંદેશ મળશે.SS1MS