Western Times News

Gujarati News

CSK કેપ્ટન ધોનીએ ચહરને કહ્યું ચાલ આગળ નિકળ

ચેન્નઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩માં ચેન્નઈ સુપર કિંગ્સની ત્રીજી મેચ આજે (૮ એપ્રિલ) પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે થવાની છે. આ સીઝનની બીજી મેચ સીએસકે પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર રમ્યું હતું, જેમાં લખનઉ સુપર જાયન્ટ્‌સને ૧૨ રનથી મ્હાત આપી હતી. બાદમાં સીએસકેની પૂરી ટીમ ત્રીજી મેચ માટે મુંબઈ રવાના થઈ હતી.

આ દરમિયાન એરપોર્ટ પર ટીમના સ્ટાર બોલર દીપક ચહરને એક ખાસ કામ સોંપવામાં આવ્યું હતું. આ કામ હતું કેમેરામાં વ્લોગ બનાવવાનું, જેમાં તેણે પોતાના સાથી ખેલાડીઓનું ઈન્ટરવ્યૂ લીધું હતું. દીપક ચહરે ટીમના તમામ ખેલાડીઓ સાથે મુંબઈ ઈન્ડિયન્સ સામે યોજાનારી મેચને લઈને વાતચીત કરી હતી અને તેમની રણનીતિ શું રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

જાે કે, આ દરમિયાન તે જેવો કેપ્ટન એમએસ ધોની પાસે ગયો તે તેનું ‘અપમાન’ થયું હતું. વાત એમ છે કે, પ્લેનમાં દીપક ચહર ધોની પાસે તેનું મંતવ્ય જાણવા માટે ગયો હતો. આ દરમિયાન ધોનીનું ધ્યાન પુસ્તક વાંચવામાં હતું. દીપકનો સવાલ પત્યો કે તરત જ ધોનીએ હાથથી ઈશારો કરીને આગળ જવા માટે કહ્યું હતું.

આ દરમિયાન તેણે કહ્યું હતું ‘માહી ભાઈ જવાબ આપો… કઈ પરીક્ષાની તૈયારી તમે કરી રહ્યા છો’. ધોનીએ દીપક ચહર સાથે મજાક કરી હતી પરંતુ સીએસકે માટે તેના દ્વારા બનાવવામાં આવેલો આ વીડિયો વ્લોગ ફેન્સને પસંદ આવી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સના મુખ્ય બોલરમાંથી એક દીપક ચહરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. લીગની બીજી મેચમાં લખનઉના બોલરોએ તેની ધોલાઈ કરી હતી.

દીપકે પોતાની ચાર ઓવરના સ્પેલમાં ૫૫ રન ખર્ચ્યા હતા. આ દરમિયાન તેણે અનિયંત્રિત બોલિંગ કરી હતી. પોતાની ચાર ઓવરમાં દીપકે કુલ પાંચ વાઈડ બોલ ફેંક્યા હતા. જણાવી દઈએ કે, ધોની પણ તેની ટીમના બોલર દ્વારા આપવામાં આવી રહેલા એક્સ્ટ્રા રનથી પરેશાન છે.

અત્યારસુધીમાં રમાયેલી બે મેચમાં સીએસકેના ખેલાડીઓએ ઘણા નો બોલ અને વાઈડ બોલ ફેંક્યા છે. જેના કારણે ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સને સીઝનની પહેલી જ મેચમાં ૈંઁન્ ૨૦૨૨ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ તરફથી પાંચ વિકેટથી હાર મળી હતી. જાે કે, ટીમે લખનઉ સુપર જાયન્ટ્‌સ સામે કમબેક કર્યું હતું પરંતુ મુંબઈ સામે જીતવું થોડું પડકારજનક રહેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.