અરમાન મલિકની બીજી પત્ની કૃતિકાએ આપ્યો દીકરાને જન્મ

મુંબઈ, પોપ્યુલર યૂટ્યૂબરમાંથી એક અરમાન મલિકનો પરિવાર બધા કરતાં એકદમ નોખો તરી આવે છે. એક તો તેણે પત્ની અને દીકરો હોવા છતાં બીજા લગ્ન કર્યા અને વધુમાં બધા સાથે હળીમળીને પણ રહે છે.
અરમાન મલિક છેલ્લા કેટલાક સમયથી બંને પત્ની પાયલ મલિક અને કૃતિકા મલિક એકસાથે પ્રેગ્નેન્ટ હોવાથી લાઈમલાઈટમાં છે. આ માટે તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. જાે કે, માત્ર તે જ નહીં પરંતુ પરિવારનું કોઈ પણ સભ્ય આ વાતને મન પર લેતું નથી અને તેમના અંગત જીવનને એન્જાેય કરતાં રહે છે.
હવે તેણે સોશિયલ મીડિયા પર આપેલી માહિતી પ્રમાણે કૃતિકાની ડિલિવરી થઈ ગઈ છે અને તે પિતા બની ગયો છે. અરમાન મલિકે ગુરુવારે સાંજે મેટરનિટી ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરીને આ ખબર આપી હતી. જેમાંથી પહેલી તસવીરમાં તે બ્લેક કલરના આઉટફિટમાં દેખાયો જ્યારે કૃતિકા ગ્રીન કલરના ગાઉનમાં નીચે બેસીને પોઝ આપી રહી છે.
યૂટ્યૂબરના હાથમાં નાનકડા મોજા છે જેના પર લખ્યું છે ‘આઈ લવ ડેડ’, બીજી તસવીરમાં તેની બીજી પત્ની પાયલ અને દીકરો પણ સાથે છે. કેપ્ટશનમાં લખ્યું છે ‘ભગવાનની દયાથી અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. આપ તમામની શુભેચ્છાઓ માટે આભાર. ખૂબ બધો પ્રેમ’.
આ સાથે રેડ હાર્ટ ઈમોજી પણ ડ્રોપ કર્યું છે. તેના ચાહકોએ કોમેન્ટ કરીને કપલને અભિનંદન આપ્યા છે અને નાનકડા બાળક પર પ્રેમ વરસાવ્યો છે. અરમાન મલિકે ૨૦૧૧માં પાયલ સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં ૨૦૧૮માં પત્નીની બેસ્ટફ્રેન્ડ કૃતિકા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. એક વ્લોગમાં કૃતિકાએ જણાવ્યું હતું કે, પાયલને એક જ ફેલોપિયન ટ્યૂબ હોવાથી તે કુદરતી રીતે મા બનવા માટે સક્ષમ નહોતી.
તેથી, તેનું આઈવીએફ કરાવવામાં આવ્યું હતું, જે નિષ્ફળ રહ્યું હતું. થોડા દિવસ બાદ પોતાનો પ્રેગ્નેન્સી રિપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારે ફરીથી પાયલને આઈવીએફ કરવા વિશે વિચાર્યું હતું અને તે સફળ રહ્યું હતું. બંને વચ્ચે પ્રેગ્નેન્સીનો એક જ મહિનાનો તફાવત હતો. તેનો અર્થ એ થયો કે એક મહિના બાદ પાયલ પણ મા બનશે અને તે પણ ટિ્વન્સની. આમ પરિવારમાં બાદમાં કુલ ચાર બાળકો થશે.
થોડા દિવસ પહેલા જ કૃતિકા અને પાયલ એમ બંનેની તબીયત ખરાબ થઈ હતી. તે સમયે કોઈ પણ સંબંધીએ તેમની ખબર ન લેતાં અરમાને નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘બાળક થયા બાદ બધા આવી જશે. પરંતુ જ્યારે જરૂર હોય ત્યારે કોઈ પૂછતું પણ નથી. બધા દેખાડાના સંબંધ છે’, તો કૃતિકાએ કહ્યું હતું ‘કોઈ ફોન કરતું નથી. કોઈ નથી પૂછતું કે કેવી તબિયત છે’.
પાયલે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું ‘જ્યારે તમને સફળકા મળે ત્યારે સૌથી પહેલા દુશ્મન પોતાના જ બની જાય છે. તેઓ તમારાથી ચીડાઈ છે. ખબર નહીં લોકોને કેમ આટલી ઈર્ષ્યા થાય છે’.SS1MS