NCC દિવસની ઉજવણીઃ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોડાસા, અરવલ્લી જિલ્લામાં ધી મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજમાં એન.સી.સી દિવસની ઉજવણી નિમિત્તે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં પ્રિન્સિપલ ડીસ્ટ્રીકટ જજ રીઝવાના અલ્તાફભાઈ બુખારી તેમના પતિ અલ્તાફભાઈ ગોધારી બ્લડ ડોનેશસન જાગૃતિ વધે તે માટે રક્તદાન કર્યું હતું
આ રક્તદાન શિબિરમાં ગોવિંદ નટવરભાઈ પટેલ (રાજ્ય,મેનેજીંગ સદસ્ય) અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભરત પરમાર ઉપસ્થીત રહ્યા હતા બ્લડ ડોનેશસન કેમ્પમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજના આચાર્યો, શૈક્ષણિક સ્ટાફ અને એનસીસીના કેડેટ સદસ્યો અને વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું.