દીકરીની મમ્મી બનવા માટે કંઈ પણ કરવા તૈયાર છે ભારતી
મુંબઈ, કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના લગ્નને પાંચ વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. અત્યાર સુધીમાં તેઓ ઘણીવાર કહી ચૂક્યા છે કે, તેઓ ઘણા સમયથી કન્સીવ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમા સફળ થઈ રહ્યા નહોતા.
આ સાથે તેઓ જ્યારે પણ પેરેન્ટ્સ બને ત્યારે તેમના ઘરે દીકરી જ જન્મે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરતાં હતા. ૨૦૨૨માં ભગવાને તેમની એક પ્રાર્થના તો સાંભળી પરંતુ એક અધૂરી રહી ગઈ. તેમના ઘરે દીકરા ગોલા ઉર્ફે લક્ષનો જન્મ થયો, જે હાલમાં જ એક વર્ષનો થયો છે.
લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં ભારતીએ ફરીથી પ્રેગ્નેન્ટ થવાની અને દીકરીની મમ્મી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતી સિંહ હાલમાં જ કરીના કપૂરના પોડકાસ્ટ ‘વોટ વુમન વોન્ટ’ની મહેમાન બની હતી. જ્યાં તેણે બીજીવાર મા બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પ્રેગ્નેન્સીનો તબક્કો તે એન્જાેય કરતી હોવાનું કહ્યું હતું.
View this post on Instagram
આ સાથે તેણે સવાલ કર્યો હતો કે ‘શું તારી પાસે તોઈ ડોક્ટર છે જે એક એવું ઈન્જેક્શન લગાવી આપે અને દાવો કરી શકે કે મારે દીકરી જ થશે?’ જેના પર જવાબ આપતાં બેબોએ ‘મારે બે દીકરા છે તેથી મને કંઈ ખબર નથી’ તેમ કહ્યું હતું અને હસી પડી હતી.
ભારતી સિંહે પ્રેગ્નેન્સી દરમિયાન કેવી-કેવી વાતો સાંભળવી પડી હતી તેનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘લોકો તમે એટલા ડરાવે છે, એવું લાગે છે કે તમે ભૂલ તો નથી કરી ને? તેઓ કહેતા હતા કે હવે તો તું મા બની જઈશ, કંઈ જ નહીં કરી શકે. હું વિચારતી હતી કે મેં કઈ ભૂલ કરી દીધી? લોકો મને કહેતા હતા કે હું પાર્ટી નહીં કરી શકું, ઘરે બેસવું પડશે. પરંતુ કંઈ જ બદલાયું નથી, બધું પહેલા જેવું જ છે.
View this post on Instagram
અમારું બાળક ડાહ્યું છે. કરીના કપૂર સાથે વાત કરતાં ભારતી સિંહે તેનો દીકરો લક્ષ મોટો થઈને જિદ્દી બને તેવી ઈચ્છા દર્શાવી હતી. તેણે કહ્યું હતું કે ‘મને જિદ્દી બાળકો વધારે ગમે છે. હું ઈચ્છું છું કે મારું બાળક મોલમાં ઊંઘી જાય જેથી મારું અપમાન થાય.
જણાવી દઈએ કે, ભારતી અને હર્ષ ૩ એપ્રિલ, ૨૦૨૨ના રોજ દીકરા લક્ષના માતા-પિતા બન્યા હતા. હાલમાં જ તેના પહેલા બર્થ ડે પર કપલે ધમાકેદાર સેલિબ્રેશન કર્યું હતું. જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા સેલેબ્સ તેમના બાળકો સાથે સામેલ થયા હતા. પહેલા બર્થ ડે પર લક્ષને સાયકલથી માંડીને રમકડાં અને સોનાની ચેઈન સુધીની ગિફ્ટ મળી હતી.SS1MS