હાર્ટ એટેકથી વધુ એક ૨૭ વર્ષીય યુવકનું મોત થયું
સુરત, રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી યુવાનોના મોતની સંખ્યા વધી રહી છે. સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે. ૨૭ વર્ષીય શનિ કાલે નામનો યુવક મિત્રો સાથે હોટેલમાં જમવા ગયો હતી, જ્યાંથી જમીને ઘરે પરત ફરતા ચાલુ બાઈકે છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ મિત્રોએ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. સુરતના કિરણ ચોક વિસ્તારમાં ગત મહિને વહેલી સવારે યોગા કરતી વખતે ૪૪ વર્ષીય પુરુષ ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે સુરતમાં ક્રિકેટ રમીને ઘરે આવ્યા બાદ ત્રણ યુવાનના મોતની ઘટના સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક પુરુષનું યોગા દરમિયાન મોત થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
સુરતમાં કિરણ ચોક પાસે આવેલા હરે કૃષ્ણ પાર્ટી પ્લોટમાં દરરોજ લોકો એરોબિક્સ અને યોગા કરે છે. આજે સવારે લોકો યોગા અને એરોબિક્સ કરી રહ્યા હતા તેવામા ૪૪ વર્ષીય મુકેશભાઈ પણ યોગા કરી રહ્યા હતા. સવારથી આવ્યા ત્યારથી તેમને પેટમાં બળતરા અને એસીડીટી થતી હોવાની ફરિયાદ કરી હતી. થોડા ફ્રેશ થયા બાદ તેમણે યોગા શરૂ કર્યા અને તે દરમિયાન ઢળી પડ્યા હતા.
જેથી તાત્કાલિક તેમને નજીકની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાેકે ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાને પગલે મિત્ર મંડળ અને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સુરતમાં છેલ્લા થોડા દિવસમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ ૩ લોકોના મોત થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.આ યુવાનોના મોત હાર્ટએટેકના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું.
૪૪ વર્ષીય મુકેશભાઈ મેંદપરાનું મોત થયું હતું.મોત થતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. સુરતનાં ઓલપાડના સરથાણા ગામે મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો તે દરમિયાન છાતીમાં દુખાવો થયો હતો.
જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આલપાડ તાલુકાના નરથાણ ગામ ખાતે એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઠ ગામો વચ્ચેનું યુવા સંગઠન મજબૂત બને તે હેતુથી સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
નરથાણા ગામ અને વલુક ગામ વચ્ચેની મેચમાં આક્રમક બેટિંગ માટે જાણીતો નિમેષકુમાર રમેશ આહીર પણ રમતો હતો. તેણે ૧૮ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો. જે બાદ ફિલ્ડિંગ કરવા આવ્યો ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા આરામ કરવા ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.SS1MS