ગુનાખોરી માટે હથિયારનો વેપલો ચાલી રહ્યો છે અમદાવાદથી રાજકોટ
ગુજરાત એટીએસની ટીમે ૧૦ મહિના પહેલાં પણ ૧૦૦ હથિયાર કબજે કર્યા હતા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી રાજકોટ વચ્ચેના વિસ્તારમાં ધીરે ધીરે ગન કલ્ચર ડેવલપમ થઈ રહયું છે. જે ચિંતાજનક બાબત છે. એટીએસની ટીમે ર૦ હથીયાર સાથે છ લોકોને ઝડપી લીધા છે. તેમની પુછપરછમાં એવી ચોકાવનારી વિગતો સામે આવી રહી છે.
કે સ્થાનીક વિસ્તારમાં રોફ જમાવવા માટે અને લોકોને ડરાવવા-ધમકાવવા માટે આ વિસ્તારમાં લોકો પોતાની પાસે હથીયાર રાખતા હોય છડે. જે લોકો હથીયાર રાખે છે. તેઓ તમામ જુદા જુદા ગુનામાં સંડોવાયેલા છે. લગભગ ૧૦ મહીના પહેલાં જ એટીએસની ટીમે ૧૦૦ હથીયાર સાથે પ૦ લોકોને ઝડપી લીધા હતા. પોલીસ એલર્ટ હોવા છતાં અમદાવાદ રાજકોટ પટ્ટામાં વધતો જતો હથીયારનોક્રેઝ લાલબત્તી સમાન છે.
ગુજરાત એટીએસના દીપેન ભદ્રને રાજયમાંથી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ પર વોચ રાખવા માટે પોતાની ટીમ અને તમામ જીલ્લાની એસઓજીની ટીમીને એકટીવ કરી દીધી છે. આ દરમ્યાન એટીએસની ટીમ ગીતામંદીર નજીકથી બે યુવાનોને હથીયાર સાથે ઝડપી લીધા હતા.
તેમની પુછપરછમાં વધુ ચાર યુવકો પકડાયા અને તપાસ દરમ્યાન કુલ ૧પ પિસ્ટલ અને પ તમંચા મળી આવ્યા હતા. એટીએસની ટીમે તેમની પુછપરછ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે રાજકોટના વીછીયાના અનીલ જાંબુકીયા અને અનિરૂદ્ર ખાચરે સ્થાનીક વિસ્તારમાં પણ ઘણા લોકોને હથીયાર આપ્યા હતા. આટલું જ નહી. આ સમગ્ર વિસ્તારમાં માથાભારે લોકો હથીયાર રાખી લોકો પર રોફ જમાવે છે.
અમદાવાદ જીલ્લાથી લઈને રાજકોટ જીલ્લા-શહેર વચ્ચેના પટ્ટામાં સંખ્યાબંધ હથીયાર આપવામાં આવ્યા છે. લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ માટની ગેગ તૈયાર કરવામાં આવી રહી છે.
જેઓ આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારમાં ધાક જમાવી પોતાના કામ કઢાવવા ખંડણી તથા વસુલાતની કામગીરી માટેનું પ્લાનીગ કરી રહયા હતા. ખાસ કરીને મધ્ય પ્રદેશથી આ હથીયાર લાવીને ચોકકસ તત્વો દ્વારા વેપલો કરવામાં આવતો નથી.
ગુજરાત એટીએસની ટીમે એક વર્ષમાં લગભગ સવા સો હથીયાર કબજે લઈ સંખ્યાબંધ આરોપીને ઝડપી લીધા છે. તેને ઝડપી લેવાથી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ માટે તૈયાર થઈ રહેલી ગેગની પ્રવૃત્તિ હાલ પુરતી થંભી થઈ છે. ગત મહીને પોલીસવડાએ હથીયાર સંબંધી કેસ કરવા આદેશ કર્યો ત્યારે પણ ભાવનગર અને સૌરાષ્ટ્રના જીલ્લામાંથી મોટા પ્રમાણમાં હથીયાર મળી આવ્યા હતા.