Western Times News

Gujarati News

બહાઉદ્દીન કોલેજમાં ૫૨ મણનો ઘંટ લગાવવામાં આવ્યો છે

જૂનાગઢ, જૂનાગઢમાં ઐતિહાસિક વિરાસત એવી બહાઉદ્દીન કોલેજ આવેલી છે. આ બહાઉદ્દીન કોલેજમાં આવેલો બેલ પોતાનો અલગ ઇતિહાસ ધરાવે છે. એવું કહેવાય છે કે, ૧૮મી સદીમાં આ બેલને કોલેજની અગાસી પર ચઢાવવા માટે ક્રેનનો સહારો લેવો પડ્યો હતો. આ બેલ ૫૨ મણનો વજન ધરાવે છે.

આ બેલ જ્યારે રણકાર કરે છે, ત્યારે સમગ્ર જૂનાગઢ શહેરમાં અવાજ સંભળાય છે. ૧૮ મી સદીમાં વિલિયમ જેમ્સ નામના વ્યક્તિએ બેલ અગાસી ઉપર ચડાવ્યો હતો. આ સમયે અહી ક્રેનનો ઉપયોગ કરાયો હતો.

આ કોલેજના આચાર્ય ડો. પી. વી. બારસિયાએ જણાવ્યું હતુ કે, સવારના સાત વાતાવરણમાં જાે આ બેલ રણકે તો દૂર દૂરની સીમમાં અને ગિરનારના જંગલ વિસ્તારમાં પણ આ બેલનો અવાજ સંભળાય છે. આ બેલની તરંગ લંબાઈ ખૂબ જ વધારે છે. જેથી ખૂબ દૂર સુધી ધ્વનિનું નિર્માણ થાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.