પેરુમાં બસ સ્લીપ થતા નદીમાં ખાબકી: ૧૦નાં મોત
નવીદિલ્હી, લેટિન અમેરિકાના પેરુમાં મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ, પેરુમાં મુસાફરોથી ભરેલી એક બસ રસ્તા પરથી લપસીને નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં ૧૦ લોકો મોટ થયા છે. તો સા ૫ થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. પેરુવિયન નેશનલ પોલીસના હાઈવે પ્રોટેક્શન ડિવિઝનના વડા કર્નલ વિક્ટર મેઝાએ જણાવ્યું હતું કે, આ અકસ્માત મધ્યરાત્રિના ૨ઃ૩૦ વાગ્યે થયો હતો.
આ બસ હુઆનુકોના કેન્દ્રીય વિભાગમાંથી રાત્રે ૮ઃ૦૦ વાગ્યે નીકળી હતી. તે લિમા તરફ જઈ રહી હતી. ત્યારે તે એક ખડક સાથે અથડાઈને રિમેક નદીમાં સ્લીપ ખાઈ ગઈ હતી. ઘટનાસ્થળે અનેક એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો મોકલવામાં આવી હતી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા.પેરુવિયન રેડિયો સ્ટેશન રેડિયો પ્રોગ્રામસ ડેલ પેરુ અનુસાર, બસમાં લગભગ ૬૦ મુસાફરો સવાર હતા, જેમાં છ સગીરોનો સમાવેશ થાય છે, જેમાંથી ત્રણ ઘાયલ થયા હતા.
૨૫ ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર છે.ટ્રાન્સપોર્ટ કંપનીએ કથિત રીતે જણાવ્યું છે કે બસ એક ટ્રક સાથે અથડાઈ હોવાથી આ અકસ્માત થયો હતો, પરંતુ હજુ સુધી અથડામણના કોઈ નિશાન મળ્યા નથી. ઇજાગ્રસ્ત બસ ડ્રાઇવરને અકસ્માતનું કારણ જાણવા માટે ચિકાલા જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો.HS1MS