શ્રમિકોની લઈને જતી જીપનું ટાયર ફાટતા અકસ્માત થયો
ભાવનગર, ગુજરાત રાજ્યના ભાવનગર- ધોલેરા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ભાવનગર ધોલેરા વચાળે સાંઢેડા ગામ પાસે જીપને અકસ્માત નડ્યો છે. શ્રમિકોને ભરીને જઈ રહેલી જીપનું ટાયર ફાટ્યું હતું. ટાયર અચાનક ફાટતા જીપ ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવ્યો અને ઓવરબ્રિજની દિવાલ સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ઘેટા- બકરાની જેમ ઠાંસી ઠાંસીને લોકોને ભરવામાં આવ્યા હતા. આ જીપમાં કુલ ૩૨ લોકો સવાર હતા, તો તેમાં ૧૦ બાળકોનો પણ સમાવેશ થયા હતા. આ દુર્ઘટનામાં ૨૦ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, તે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ૨૦ શ્રમિકોમાંથી પાંચ શ્રમિકો ગંભીર રીતે ઘવાયા હતા.
જીપની ઉપર પણ ૧૦ શ્રમિકો સવારી કરી રહ્યા હતા. સદનસિબે કોઈ શ્રમિકનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું નથી. ઘટનાની જાણ થતાં પોલીસે પણ અકસ્માતે ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી હતી.HS1MS