Western Times News

Gujarati News

જામનગર જિલ્લામાં સરકારી ખરાબામાં થયેલા દબાણ દૂર કરાશેઃકલેકટર

પ્રતિકાત્મક

નવનિયુક્ત કલેકટર બી.એ.શાહના નેજા હેઠળ રાજ્યના ૬૩માં સ્થાપના દિનની ઉજવણીની તડામાર તૈયારી કરતું તંત્ર

જામનગર, માર્ચ એન્ડીંગના દિવસે રાજ્ય સરકાર દ્વારા મોટાપાયેેેે આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં જામનગરના કલેકટર ડો.સૌરભ પારધીના સ્થાને બોટાદથી જામનગર કલેકટર તરીકે બી.એ.શાહની નિયુક્તિ કરવામાં આવી હતી. હાલમાં જીલ્લા કલેકટર બી.એ.શાહ કલેકટર તેમજ જામનગર મહાપાલિકા કમિશ્નર અને જાડાના ચેરમેન તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે.

જીલ્લા કલેકટર બી.એ.શાહે જણાવ્યુ હતુ કે સમગ્ર જામનગર જીલ્લામાં સરકારી ખરાબામાં થયેલા ગેરકાયદેેસર દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાશે. સરકાર દ્વારા નવા પ્રોજેક્ટો પણ આ જમીનોમાં શરૂ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને જામનગર શહેરમાં જીલ્લાઓનું સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવશેે તેમજ અન્ય વિકાસના કાર્યો માટેે જમીન સંપાદનની કાર્યવાહીને વેગ આપવામાં આવશેુે.

જામનગરમાં એકસાથેે ત્રણ ત્રણ હોદ્દાની ફરજ બજાવતા કલેકટર બિઝલ શાહ બોટાદ ખાતે પણ ફરજ બજાવતા દરમ્યાન જીલ્લા કલેકટર તેમજ ચીફ ટાઉન પ્લાનર તરીકેની પણ કામગીરી નોંધનીય રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતે ફરજ દરમ્યાન તેમના દ્વારા સમગ્ર બોટાદ જીલ્લામાં તમાકુની બનાવટના બીનઅનધિકૃત વેચાણ કરનારાની સામે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી હતી. અને આવા તત્ત્વો સામે તેમના દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાત સ્થાપનાદિનની રાજ્ઢયકક્ષાની ઉજવણી જામનગર ખાતે ૧ લી મે એ થનારી છેેે . જીલ્લા વહીવટી તંત્ર અને સમગર કલકેટરની ટીમે આ માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. રાજ્યકક્ષાની સ્થાપના દિનની પ્રથમ વખત ઉજવણી થનાર હોઈ, ક્યાંય પણ કચાશ ન રહી જાય એ માટે જીલ્લા કલેકટર વ્યક્તિગત રીતે કાર્યક્રમનેે ઓપ આપી રહ્યા છે.

રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ પ્રધાન મંડળના મંત્રીઓ ઉપસ્થિત રહેવાના હોઈ ગુજરાત રાજ્યના ૬૩માં સ્થાપના દિનની જામનગર ખાતે ઉજવણીની તૈયારીમાં તંત્ર લાગી ગયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.