નડિયાદમાં ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું
નડિયાદ, ખેડાના નડિયાદમાં ડુપ્લીકેટ હળદર બનાવવાનું રેકેટ ઝડપાયું હતુ. જેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકારે આદેશ આપ્યો હતો. રાજ્યમાં દાખલો બેસાડવા માટે ડુપ્લીકેટ હળદર બનાવાતા બે આરોપી વિરુદ્ધ IPCની ૪ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં આરોપીઓ વિરુદ્ધ કલમ ૪૨૦,૨૭૨,૨૭૩,૧૨૦(મ્) મુજબની ગુનો નોંધાયો છે.
ડુપ્લીકેટ હળદર બનાવાતી ફેકટરીમાં રહેલા કણકી, ઓલિયો રેસીન (કેમિકલ ), સ્ટાર્ચ પાવડર મળીને કુલ ૫૪,૯૨,૫૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ બનાવટી હળદર ઓછા ભાવે આસપાસના વિસ્તારોની હોટલોમાં વેચાણ કરતા હોવાનું સામે આવ્યુ છે. Nadiad Duplicate Turmeric Manufacturing Racket Caught
આ કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે જાે બે કે તેથી વધુ લોકો વચ્ચે ગુનો કરવા માટે સમજૂતી થાય છે, તો આવા કૃત્ય IPCની કલમ ૧૨૦મ્ હેઠળ સજાપાત્ર છે. તેથી, આ પ્રકારનું ષડયંત્ર ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનો છે. જાે કોઈ ગુનાના મુખ્ય ગુનેગારને ૫ વર્ષની કેદની સજા થઈ હોય તો તેની સાથે કોઈપણ રીતે તે ગુનાના કાવતરામાં જે કોઈ સંડોવાયેલ હોય. તેને પણ માત્ર ૫ વર્ષની સજા થશે.
આઈપીસી કલમ ૨૭૨ અને ૨૭૩ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ માટે છ મહિનાની જેલ અને રૂ. ૧૦૦૦ દંડની જાેગવાઈ કરે છે. આ ગુનો કોગ્નિઝેબલ ગુનાની શ્રેણીમાં આવતો નથી અને જામીનપાત્ર છે.
૪૨૦ આ કમલ મુજબ સજાપાત્ર અપરાધ કરવા માટેના ગુનાહિત કાવતરા સિવાયના ગુનાહિત કાવતરામાં જે કોઈ પક્ષકાર છે તેને છ મહિનાથી વધુની મુદત માટે કોઈપણ વર્ણનની કેદ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષા કરવામાં આવે છે.
ખેડા જિલ્લાના નડિયાદ શહેર પોલીસને મોટી સફળતા મળી હતી. નડિયાદ મિલ રોડ પર ડુપ્લીકેટ દારૂ બનાવવામાં વપરાતા કેમિકલનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળી હતી.
આ બાતમીના આધારે સરનામાંવાળી જગ્યા પર ચેકિંગ કરતા પોલીસને ડુપ્લીકેટ હળદર બનાવાતુ હોવાનું જાેવા મળ્યુ હતુ. પોલીસે નકલી હળદર બનાવવાના આ રેકેટને ઝડપી લીધુ હતુ. આજકાલ ભેળસેળનો જમાનો છે. ચોખાથી માંડીને મસાલા અને દૂધ બધું શુદ્ધ છે તેની કોઈ ગેરંટી આપી શકાતી નથી.
તમારા ઘરમાં જે હળદર આવે છે તેમાં કોઈ ભેળસેળ તો નથી ને, તે તપાસવું તમારા માટે મહત્વનું છે. ત્યારે આ તમામ વચ્ચે ખેડા જિલ્લાના નડિયાદમાંથી ડુપ્લીકેટ હળદર બનાવવાની ફેકટરી ઝડપાઇ હતી.
પોલીસની રેડમાં સામે આવ્યું કે વિદેશમાં નકલી હળદર વેચવા માટેનું કારસ્તાન અહીંથી જ ચાલી રહ્યું હતું. હકીકતમાં પોલીસને નકલી દારૂ બનાવવાની માહિતી મળી હતી પણ જ્યારે પોલીસે રેડ કરી તો ત્યાં દારૂ નહીં પણ નકલી હળદર બનાવવામાં આવી રહી હતી. કેમિકલ અને કણકીનો લોટ મિક્સ કરીને ડુપ્લિકેટ હળદર બનાવવામાં આવી રહી હતી. પોલીસે મોટી માત્રામાં કેમિકલ અને નકલી હળદરનો જથ્થો જપ્ત કરી લીધો છે.SS1MS