જેલમાં ચિદમ્બરમને મળવા રાહુલ તેમજ પ્રિયંકા પહોંચ્યા
નવી દિલ્હી, આઇએનએકસ મની લોન્ડરિંગ કેસમાં હાલમાં તિહાર જેલમાં રહેલા પૂર્વ નાણાં પ્રધાન પી . ચિદમ્બરમને મળવા માટે આજે સવારે પૂર્વ કોંગ્રેસી અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પહોંચ્યા હતા. થોડાક સમય સુધી તેમની સાથે આ બંને રહ્યા હતા. તિહાર જેલમાં ચિદમ્બરમને કેટલાક વરિષ્ઠ નેતાઓ સતત મળી રહ્યા છે. સોનિયા ગાંધી અને મનમોહન સિંહ દ્વારા હાલમાં બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ આજે એક મહિના પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વાતચીત કરી હતી. ચિદમ્બરમના આરોગ્યને લઇને કોંગ્રેસી નેતાઓ પહેલા પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટીના લોકોનુ કહેવુ છે કે જેલમાં પૂર્વ નાણાંપ્રધાન ચિદમ્બરમની તબિયત સારી રહેતી નથી. તેમની તબિયત પર ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. તેમનુ વજન ત્રણ મહિનાના ગાળામાં જ ૧૦ કિલો સુધી ઘટી ગયુ છે.
ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવ્યા બાદ જ કોંગ્રેસ પાર્ટી સતત બચાવના મુડમાં દેખાઇ રહી છે. કોંગ્રેસ પાર્ટી ખરાબ ઇરાદા સાથે તેમને હેરાન કરવાના આરોપ મોદી સરકાર પર કરી રહી છે. તપાસ સંસ્થાઓના દુરુપયોગ કરવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ચિદમ્બરમની ૨૧મી ઓગષ્ટના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પાંચમી સપ્ટેમ્બરના દિવસે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને આઇએનએક્સ મામલે ધરપકડ કરીને તિહાર જેલમાં મોકલી દેવામા ંઆવ્યા હતા. હાલમાં ચિદમ્બરમ કાયદાકીય ગુંચનો સામનો કરી રહ્યા છે. ચિદમ્બરમની મુશ્કેલી હાલમાં ઓછી થાય તેવા સંકેત મળી રહ્યા નથી. કારણ કે તેમની સામે ઇડી અને સીબીઆઇ તેમજ ઇન્કમ ટેક્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોંગ્રેસી નેતા બચાવના મુડમાં દેખાઇ રહ્યા છે.