El Ninoના કારણે દેશમાં ચોમાસુ ફિક્કુ અને ઉનાળો લંબાવાશે
નવી દિલ્હી, ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં અચાનક મેઘરાજા તોફાની બેટિંગ કરવા લાગે છે. તો મોટાભાગે વાદળછાયું વાતાવરણ પણ રહેલું જાેવા મળે છે. તેવામાં યુએસએ વેધર એજન્સીઓ દ્વારા ગુરુવારે મોટી આગાહી કરવામાં આવી છે.
due to el nino next monsoon will be weak in the country
જેમાં નવી અપડેટ્સ આપતા જણાવાયું છે કે અલ નીનોની સ્થિતિ જૂન મહિના સુધીમાં જાેવા મળશે. તમને પ્રાથમિક માહિતી આપતા જણાવી દઈએ કે અલ નીનો કંડિશન થાય ત્યારે વરસાદનું પ્રમાણ નહિવત અથવા ઓછું રહી શકે છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ સિઝનનું ચોમાસું સામાન્ય રહેશે.
ત્યારે બીજી બાજુ અલ નીનોની કંડિશન વિશે યુએસ હવામાન એજન્સીએ જણાવી દીધું છે. સામાન્ય રીતે દર ત્રણથી પાંચ વર્ષે બનતી અલ નીનોની ઘટના આ વર્ષે ભારતના હવામાનને અસર કરે તેવી શક્યતા છે. ભારતમાં આ સિઝનનું ચોમાસું ફિક્કુ રહી શકે છે. શરૂઆતી તબક્કાની વાત કરીએ તો જૂન મહિનામાં ૬૨% અલ નીનોની અસર જાેવા મળશે. આ અંગે માહિતી યુએસએ વેધર એજન્સીએ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન હેઠળ આપી છે.
#DroughtMonitor 4/11: Good News, Bad News
US drought coverage has fallen 7 weeks in a row to 21.8%.
21.8% is the lowest since July 2020.
But there are serious issues on the Plains. Exceptional Drought (D4) in the US has risen 5 straight weeks.https://t.co/HtSRAT6mRz @NOAA pic.twitter.com/lnOllZmWHL
— NIDIS Drought.gov (@NOAADrought) April 13, 2023
આઈએમડી અધિકારીએ મંગળવારે ચોમાસાની આગાહી કરતી વખતે જણાવ્યું કે હતું કે આ માહિતી નોઆના માર્ચ અપડેટને અનુરૂપ જુલાઈ-ઓગસ્ટની આસપાસ અલ નીનો રચાવાની આગાહી આધારિત છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આની સીધી અસર ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસાનો જે બીજાે ફેઝ છે એના પર થઈ શકે છે. નોઆની ઈન્સો અપડેટ પ્રમાણે હવે અલ નીનોની અસર વધુ તીવ્ર પણ હોઈ શકે એવી આગાહી કરાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જે આગાહી કરાઈ હતી એની વિપરિત આ પ્રમાણે માહિતી આવતા જાેવાજેવી થઈ છે. અલ નીનોની અસર મધ્યમ અથવા ઓછી થઈ શકે છે. તે સમયે માત્ર ૪૦ ટકા સુધી જ એવું અનુમાન લગાવાઈ રહ્યું હતું કે અલ નીનો તીવ્ર અસર વર્તાવી શકે છે.
Link for Press Release for Long Range Forecast of 2023 Southwest Season Monsoon Rainfall:- https://t.co/T4UgMQocoX https://t.co/MluUL1rHwP
— India Meteorological Department (@Indiametdept) April 11, 2023
ભારતમાં ઓછા વરસાદ અથવા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવા પાછળ અલ નીનોનું કનેક્શન રહેલું છે. દેશમાં છેલ્લા ઘણા દશકાઓ પર નજર કરીએ તો જ્યારે જ્યારે ઓછો વરસાદ પડે અથવા દુષ્કાળ સર્જાય ત્યારે આ ઘટના અલ નીનો ઈવેન્ટ દરમિયાન જ થતી હોય છે. અત્યારે અલ નીનો જલદી આવે એનું કારણ પેસિફિક મહાસાગરમાં થતા ફેરફારો પણ છે. છેલ્લા ઘણા મહિનાઓથી અહીં ફેરફારો આવ્યા છે.SS1MS