Western Times News

Gujarati News

ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે “સમર સ્પેશ્યલ ટ્રેન” ચાલશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે તારીખ 15.04.2023 થી 30.06.2023 સુધી દરરોજ વિશેષ ભાડા પર “સમર સ્પેશ્યલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

Ø  ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ-બોટાદ દૈનિક સમર સ્પેશ્યલ

ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ-બોટાદ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ ગાંધીગ્રામ થી 09.25 વાગ્યે રવાના થશે અને અને તે જ દિવસે 13.15 કલાકે બોટાદ પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ બોટાદ થી 14.05 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 18.05 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મટોડા, બાવળા, ધોળકા, ગોધનેશ્વર, કોઠ ગાંગડ, અરણેજ, લોથલ ભૂરકી, લોલિયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જલિલા રોડ, સારંગપુર રોડ અને અલાઉ સ્ટેશનો પર રોકાશે.

Ø  ટ્રેન નંબર 09213/09214 બોટાદ-ધ્રાંગધ્રા દૈનિક સમર સ્પેશ્યલ

ટ્રેન નંબર 09213 બોટાદ – ધ્રાંગધ્રા દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ બોટાદ થી 04.00 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 06.45 કલાકે ધ્રાંગધ્રા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નં. 09214 ધ્રાંગધ્રા – બોટાદ દૈનિક સમર સ્પેશ્યલ દરરોજ ધ્રાંગધ્રાથી 06.55 વાગ્યે રવાના થશે અને તે જ દિવસે 09.25 વાગ્યે બોટાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં કુંડલી, રાણપુર, ચૂડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર, સુરેન્દ્રનગર ગેટ અને સુરેન્દ્રનગર જંકશન સ્ટેશન પર રોકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.