Rajkot: જેતપુર નજીક રેલવેનો ઓવરબ્રિજ જાેખમી બન્યો
જેતપુર, જેતપુર નજીક રેલવેનો ઓવરબ્રિજ જાેખમી બન્યો છે. જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈવે પરના ઓવરબ્રિજના સાંધા ખુલ્લા થઇ ગયા છે. એક ભાગને બીજા ભાગ સાથે જાેડતા બે સાંધાઓ વચ્ચેથી કોંક્રિટ તૂટી જતા પુલના સળીયા બહાર નીકળી ગયા છે અને લોખંડની પ્લેટ પણ તૂટી ગઈ છે, ત્યારે રેલવે લાઈન ઉપર આ તૂટેલા બ્રિજ પર લોકો જીવનાં જાેખમે પસાર થઈ રહ્યા છે. ભારે વાહન પસાર થાય ત્યારે લોખંડનો સળિયો રીતસરનો હવામાં ઉછળી ઝોલાં ખાવા લાગે છે.
વાહનચાલકોએ તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રનાં બહેરા કાને એ રજૂઆતો અથડાઈને પાછી ફરી રહી છે. આ પુલ પર મોરબી જેવો કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા પુલનું સમારકામ કરવાની વાહનચાલકોએ માગ કરી છે. Rajkot Jetpur Railway Overbridge
આ પુલને રિપેર કરવામાં નહીં આવે તો કદાચ એકભાગ જુદો પડી ધરાશયી પણ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પુલની નીચેથી દરરોજ વીસથી પચીસ જેટલી ટ્રેન પસાર થાય છે અને બનવા જાેગ જાે ટ્રેન પસાર થતી હોય તે સમયે પુલ ધરાશયી થાય તો ખૂબ મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજકોટના જેતપુરની જેતલસર ચોકડી પાસે નેશનલ હાઈવે પર રેલ્વેનો ઓવરબ્રિજ આવેલો છે. આ ઓવરબ્રિજ પર દરરોજ ટુ વ્હીલરથી માંડીને અસંખ્ય ભારેખમ વાહનો પસાર થાય છે. આ ઓવરબ્રિજ પર બે સાંધાઓના જાેડતી જગ્યાઓ ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જેમાં બે સાંધાઓ વચ્ચેથી કોંક્રિટ તૂટી જતા પુલના સળીયા બહાર નીકળી ગયા છે. તેના પરથી ભારે વાહન પસાર થાય ત્યારે તે અને લોખંડનો સળિયો રીતસરનો હવામાં ઉછળી ઝોલા ખાવા લાગે છે.
પુલના બે ભાગને જાેડતા સાંધા વચ્ચે સળંગ દોઢ ફૂટ જેટલી પહોળાઈમાં અને દસેક ઇંચ જેટલી ઉંડાઈનું કોંક્રિટ તૂટી જતા ટુ વ્હીલર તેમજ ઓટો રીક્ષા પસાર થાય ત્યારે ધીમી સ્પીડ કરતા તેમાં સલવાઈ જાય છે અને ધક્કામારી બહાર કાઢવા પડે છે અને સ્પીડમાં ચલાવે તો પલ્ટી ખાઇ જવાની દહેશત સેવાઈ રહી છે.
આ રેલવે ઓવરબ્રિજમાં વચ્ચે પ્લેટ તૂટી જતા વાહનો બ્રેક મારે ત્યારે અનેકવાર અકસ્માત સર્જાય છે. અનેકવાર નેશનલ હાઇવે અધિકારીઓને રજૂઆત કરી છે, પણ આ અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જાેઈને બેઠા હોય તેમ કોઈપણ પ્રકારનું કામકાજ કરતા નથી. તાત્કાલિક આ રેલવે બ્રિજનું રિપેરીંગ થાય તે જરૂરી હોવાનું જેતલસર ગ્રામજનો જણાવી રહ્યા છે.
જેતલસર જંકશન ગામના સ્થાનિકોએ અનેકવાર જાેખમી પુલને લઈને હાઇવે ઓથોરિટી વિભાગને જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. જાે આ પુલને ત્વરિત રિપેર કરવામાં ન આવે તો કદાચ એકભાગ જુદો પડી ધરાશયી પણ થઈ જાય તેવી ભીતિ વ્યક્ત કરી છે. પુલની નીચેથી દરરોજ વીસથી પચીસ જેટલી ટ્રેન પસાર થાય છે.SS1MS